મસ્કે ટ્વિટર ખરીદતાં જ મળ્યા સારા સમાચાર:હવે ભારતમાં વેરિફાઇડ યુઝર્સને મળશે 'એડિટ ટ્વીટ'નું ફીચર, પરંતુ ચૂકવવા પડશે પૈસા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યા બાદ એક મોટો ફેરફાર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ટ્વિટરમાં એડિટ બટનની માગ કરવામાં આવી રહી હતી. યુઝર્સની માગ હતી કે ટ્વિટરમાં પણ ફેસબુકની જેમ એડિટ બટનનો વિકલ્પ હોય તો ટ્વીટમાં કોઈ ફેરફાર કરી શકાય. આ માગને સ્વીકારવામાં આવી છે ને ફીચર્સમાં એડનું બટન એડ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ ભારતીય યુઝર્સ પણ કરી શકે છે.

PayTMના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી છે. હાલ ટ્વિટરમાં 320 મિલિયનથી વધારે એક્ટિવ યુઝર્સ છે.

વિજયે ટ્વીટને એડિટ કરીને સ્ક્રીનશોટ શેર કર્યો
વિજય શેખરે ટ્વિટર પર 'એડિટ ટ્વીટ' બટનનો ઉપયોગ કરી ટ્વીટને એડિટ કરીને સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું હતું કે આ એક એડિટેડ ટ્વીટ છે. સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે આ લિસ્ટમાં 'એડિટ ટ્વીટ'નો વિકલ્પ પણ જોવા મળ્યો છે.

તો એક રિપોર્ટ અનુસાર, હાલ તો એડિટ ટ્વીટનો વિકલ્પ ફક્ત આઈફોન યુઝર્સ માટે જ છે. યુઝર્સને એડિટેડ ટ્વીટ પર ડિસ્ક્લેમર પણ જોવા મળશે, જેમાં છેલ્લી વખત ટ્વીટને ક્યારે એડિટ કરવામાં આવ્યું હતું એ જણાવવામાં આવશે. તમે તેના પર ક્લિક કરીને ટ્વિટની એડિટ હિસ્ટ્રી ચેક કરી શકો છો.

'એડિટ ટ્વીટ'નું ફીચર કેવી રીતે કામ કરશે?
યુઝર્સ 'એડિટ ટ્વીટ' ફીચર દ્વારા 30 મિનિટ સુધી ટ્વીટને એડિટ કરી શકે છે. 30 મિનિટ પછી ટ્વીટને એડિટ કરવાની પરમિશન આપવામાં આવશે નહીં. યુઝર્સને એ પણ ખબર પડશે કે ઓરિજિનલ કન્ટેન્ટમાં શું-શું ફેરફાર કરવામાં આવ્યા છે, એટલે કે તમે ટ્વીટમાં કોઈ ફેરફાર કરો છો તો એડિટની હિસ્ટ્રીમાં બીજા યુઝર્સ જોઈ શકશે.

આ એડિટ બટન બધા માટે હશે કે પછી Blue Tickવાળા યુઝર્સ માટે?
જે લોકોએ Twitter Blueનું સબ્સ્ક્રિપ્શન લીધું છે તે લોકોને જ એડિટ બટનનો લાભ મળશે. Twitter Blue સબ્સ્ક્રિપ્શનનો મતલબ છે કે આ પેઈડ સબ્સ્ક્રાઇબર્સ છે. પેઈડ સબ્સ્ક્રાઇબર્સ બાદ આ ફીચર નોર્મલ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થઇ શકે છે. હાલમાં નોર્મલ યુઝર્સ ટ્વીટ કરેલા કન્ટેન્ટને એડિટ કરી શકતા નથી. જો ટ્વીટમાં કંઈક એડિટ કરવું હોય તો એને ડિલિટ કરીને નવું ટ્વીટ કરવું પડશે.

ટ્વિટરનું અત્યાર સુધીનું સૌથી ડિમાન્ડેડ ફીચર
ટ્વિટરે એમ પણ કહ્યું હતું કે આ તેમનું અત્યારસુધીનું સૌથી વધુ ડિમાન્ડ ફીચર છે. આ ફીચર અંગેનો પ્રોગ્રેસ અને અપડેટની વિગતો શેર કરતા રહીશું. જો તમે ટેસ્ટિંગના ગ્રુપમાં નથી તોપણ તમે એડિટેડ ટ્વીટ્સ જોઈ શકો છો. ટ્વિટરે વધુમાં કહ્યું હતું કે અત્યારે અમે તેનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, સાથે જ અમે એ પણ ચેક કરી રહ્યા છીએ કે યુઝર્સ આ ફીચર્સનો કેવી રીતે દુરુપયોગ કરી શકે છે.

આ ફીચર માટે ચૂકવવા પડશે પૈસા
એડિટ બટન સાથે અપડેટ ફક્ત Twitter Blue સબ્સ્ક્રિપ્શન લેનારા યુઝર્સ માટે હશે અને આ સબ્સ્ક્રિપ્શન માટે યુઝર્સે લગભગ $ 4.99 એટલે કે લગભગ 400 રૂપિયા પ્રતિ મહિને ચૂકવવા પડશે.

ફીચર પર ચિંતા વ્યક્ત કરી
2020માં એક ઈન્ટરવ્યુમાં તત્કાલીન ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ જણાવ્યું હતું કે કંપની કદાચ ક્યારેય ટ્વીટ એડિટ કરવાનો વિકલ્પ નહીં આપે, કારણ કે આ ફીચર ખોટી માહિતીના ફેલાવવાને પ્રોત્સાહન આપી શકે છે. કેટલાક ટેક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે નિવેદનો બદલવા માટે એડિટ ટ્વીટ' બટનનો ઉપયોગ કરી શકાય છે.

મસ્કે પણ 'એડિટ ટ્વીટ'ની માગ કરી હતી
કંપની ખરીદતાં પહેલાં ઈલોન મસ્કે પણ 'એડિટ ટ્વીટ' ફીચરની માગ કરી હતી. હવે મસ્કે ટ્વિટરને ટેકઓવર કરતાં જ આ ફીચર આવી ગયું છે. મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે. આ ડીલની આ રહી ટાઈમલાઈન...