ન્યૂ ફીચર:હવે યુઝર્સ વ્હોટ્સએપમાં જ જાતે બનાવી શકશે તેમનાં મનગમતાં સ્ટિકર, જુઓ સરળ પ્રોસેસ

11 દિવસ પહેલા

વ્હોટ્સવેબ માટે કંપનીએ એક નવું ટૂલ રિલીઝ કર્યું છે, જેના દ્વારા યુઝર પોતાનું તૈયાર કરેલું સ્ટિકર કોઈને પણ મોકલી શકશે. આ ટૂલમાં ફોટો ક્રોપ કરવાની સાથે એડિટ કરવા માટેનાં ઘણાં ઓપ્શન મળશે.

કેવી રીતે સ્ટીકર ટૂલનો ઉપયોગ કરવો.
સૌથી પહેલા વેબ વ્હોટ્સએપ પર લોગ-ઇન કરવું. જે કોન્ટેક્ટ અને ગ્રુપને તમે સ્ટિકર મોકલવા માગો છો એને ઓપન કરવું. હવે સ્માઇલીવાળા આઇકન પર ક્લિક કરીને સ્ટિકરવાળા ટૂલ પર જવું. જેવું સ્ટિકર ટૂલ પર ક્લિક કરશો એવું તરત જ ક્લિક કરવાનું ઓપ્શન મળશે. ક્રિએટ પર ક્લિક કરીને ગમે તે એક ફોટોને સિલેક્ટ કરો. ફોટો સિલેક્ટ કર્યા પછી ઉપરની તરફ એને એડિટ કરવાનાં ઘણાં ઓપ્શન મળી જશે. એ સ્ટિકર પર નવું સ્ટિકર સ્માઇલી અને ટેક્સ્ટ, પેઇન્ટ ક્રોપ જેવાં ઘણાં કામ કરી શકશો. સ્ટિકર જ્યારે તૈયાર થઈ જાય ત્યારે સેન્ડ પર ક્લિક કરી દેવું. આ સ્ટિકરની ખાસિયત છે કે એને ડાઉનલોડ કરવાની જરૂર નથી. વ્હોટ્સએપના આ નવા ટૂલનો સૌથી મોટો ફાયદો એ હશે કે હવે યુઝર્સને કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...