તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ ફીચર:હવે ટ્વિટર યુઝર્સ પણ ઈમોજી રિએક્શન્સ આપી શકશે, ટૂંક સમયમાં આ ફીચર લોન્ચ થશે

2 મહિનો પહેલા
અત્યાર સુધી યુઝર્સ ટ્વીટ પર માત્ર લાઈક બટનથી જ રિએક્શન આપી શકાતા હતા. હવે યુઝર્સ ફેસબુકની જેમ અલગ અલગ ઈમોજી રિએક્શન આપી શકશે
  • લાફિંગ વિથ ટીયર્સ, થિન્કિંગ ફેસ, ક્રાઈંગ ફેસ સહિતના ઈમોજીનો ઓપ્શન મળશે
  • અત્યાર સુધી યુઝર્સ ટ્વીટ પર માત્ર લાઈક બટનથી જ રિએક્શન આપી શકાતા હતા

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર સ્ક્રોલ કરતાં શું તમારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો કે ટ્વિટરે પણ ફેસબુકની જેમ રિએક્શન્સ માટે વધારે ઈમોજી આપવા જોઈએ? તો તમારા આ વિચારને ટ્વિટર ટૂંક સમયમાં અપ્લાય કરવા જઈ રહી છે. જી હા ટ્વિટર પણ ફેસબુકના રસ્તે હવે ઈમોજી રિએક્શન્સ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. ટેક વેબસાઈટ ટ્રેક ક્રન્ચના રિપોર્ટ પ્રમાણે હાલ આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે.

કન્વર્ઝેશન વધારે એક્સપ્રેસિવ બનાવવા માટેનો હેતુ

  • ટેક​​ ક્રન્ચ દ્વારા એક સ્ક્રીન શૉટ શેર કરવામાં આવ્યો છે. તેમાં ઈમોજિસ રિએક્શન્સ જોવા મળે છે. તેમાં લાફિંગ વિથ ટીયર્સ, થિન્કિંગ ફેસ, ક્રાઈંગ ફેસ, એન્ગ્રી ફેસ, ફાયર ઈમોજી અને શૉક્ડ ઈમોજી સામેલ છે.
  • ટેસ્ટિંગ માટે કંપની યુઝર્સને 2 ઈમોજી સેટના ઓપ્શન આપી રહી છે. આ બંને ઓપ્શનમાંથી જે યુઝર્સને સૌથી વધારે પસંદ પડશે તેને કંપની માન્ય રાખશે. અત્યાર સુધી યુઝર્સ ટ્વીટ પર માત્ર લાઈક બટનથી જ રિએક્શન આપી શકાતા હતા. હવે યુઝર્સ ફેસબુકની જેમ અલગ અલગ ઈમોજી રિએક્શન આપી શકશે.
  • ધ વર્જના એક રિપોર્ટ પ્રમાણે, કંપની યુઝર્સના કન્વર્ઝેશન વધારે એક્સપ્રેસિવ બનાવવા માટે અલગ રીતે કામ કરી રહી છે. જોકે હાલ તે ટેસ્ટિંગના પ્રારંભિક તબક્કામાં છે. હાલના હાર્ટ બટનને બદલે આ ઈમોજીસને રિપ્લેસ કરવામાં આવશે.

પોતાને અપગ્રેડ કરતાં ટ્વિટરે ગયા વર્ષે ડાયરેક્ટ મેસેજના રિપ્લાય માટે ઈમોજી રિએક્શન ફીચર લોન્ચ કર્યું હતું. તેમાં લાઈક, ડિસલાઈક, હાર્ટ, ફાયર સહિત ટોટલ 7 ઈમોજી છે. આ જ પ્રકારના રિએક્શન્સ હવે ટૂંક સમયમાં યુઝર્સ ટ્વીટ પર પણ આપી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો