હવે લોકો વ્હોટ્સએપની મદદથી પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકશે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે જાહેરાત કરી હતી કે, લોકો હવે ડિજિલોકર સેવાનો ઉપયોગ કરવા માટે વોટ્સએપ પર MyGov હેલ્પડેસ્કનો ઉપયોગ કરી શકશે. જો તમે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે જેવા અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની ભૌતિક નકલો સાથે રાખવા માંગતા નથી તો આ નવું ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે જો તમે ભૂલથી પણ તમારા DLને ઘરે ભૂલી ગયા છો તો હવે વોટ્સઅપ પર DL ડાઉનલોડ કરીને તમે ચલણ કપાવવાથી બચી શકશો.
વ્હોટ્સએપ પરથી ડાઉનલોડ થતાં ડોક્યુમેન્ટ્સ
વ્હોટ્સએપ પર ડિજિલોકરનો ઉપયોગ કરવાની પ્રક્રિયા
80 મિલિયનથી વધુ લોકો જોડાયા
તમને જણાવી દઈએ કે માર્ચ 2020માં, કોવિડના સમય દરમિયાન વોટ્સએપ પર MyGov હેલ્પડેસ્ક (જે અગાઉ MyGov કોરોના હેલ્પડેસ્ક તરીકે ઓળખાતું હતું) લોકોને કોવિડથી સંબંધિત માહિતી આપતું હતું. આ સાથે જ વેક્સિન સર્ટિફિકેટ બુકિંગ અને ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપી હતી. અત્યાર સુધીમાં 80 મિલિયનથી વધુ લોકો આ હેલ્પડેસ્ક પર પહોંચી ગયા છે, 33 મિલિયનથી વધુ કોવિડ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવામાં આવ્યા છે અને દેશભરમાં વેક્સિનેશનની લાખો અપોઈન્ટમેન્ટ બુક કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.