તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Now The Smartphone Will Work As A Drone Camera , Vivo Has Filed A Patent For A Smartphone With A Detachable Drone

અપકમિંગ ટેક્નોલોજી:હવે સ્માર્ટફોન ડ્રોન કેમેરાનું કામ કરશે, વિવોએ સ્માર્ટફોન વિથ ડિટેચેબલ ડ્રોન માટે પેટન્ટ ફાઈલ કરાવી

24 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર
  • પેટન્ટ પ્રમાણે, સ્માર્ટફોનની ઉપર ડિટેચેબલ કેમેરા અને ફ્લાઈિંગ ફેન અટેચ હશે
  • આખા મોડ્યુલમાં ડબલ કેમેરા સિસ્ટમ છે. તેમાંથી એક સેન્સર ફ્રન્ટ એરિયલ વ્યૂ કેપ્ચર કરશે

સ્માર્ટફોન ફોટોગ્રાફીના પ્રો લેવલ તરીકે હવે લોકો ડ્રોન ફોટોગ્રાફી પસંદ કરવા લાગ્યા છે, પરંતુ એક સ્માર્ટફોન જ ડ્રોનનું કામ કરી દે તો! વિવો કંપનીએ આવા જ સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી છે. આ સ્માર્ટફોનમાં ડિટેચેબલ ફ્લાઈંગ કેમેરા મોડ્યુલ હશે. વિવોએ ડિસેમ્બર, 2020માં તેની પેટન્ટ વર્લ્ડ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપપર્ટીમાં ફાઈલ કરાવી છે. તેનું ટાઈટલ 'ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ફોર વિવો મોબાઈલ કમ્યુનિકેશન' છે.

ટેક વેબસાઈટ લેટ્સગોડિજિટલે વિવોની આ પેટન્ટ સ્પોટ કરી છે. વેબસાઈટ પર પેટન્ટનો સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે સ્માર્ટફોનની ઉપર ડિટેચેબલ કેમેરા અને ફ્લાઈિંગ ફેન છે. કેમેરામાં 4 પ્રોપીલર છે જે સ્માર્ટફોનને હવામાં ઉડવા માટે સક્ષમ બનાવે છે. તેમાં એક બેટરી કમ્પાર્ટમેન્ટ પણ અટેચ છે. આ આખા મોડ્યુલમાં ડબલ કેમેરા સિસ્ટમ છે. તેમાંથી એક સેન્સર ફ્રન્ટ એરિયલ વ્યૂ કેપ્ચર કરે છે.

સૌ. લેટ્સગોડિજિટલ
સૌ. લેટ્સગોડિજિટલ

કેમેરા મોડ્યુલમાં મલ્ટિપલ ઈન્ફ્રારેડ સેન્સર્સ છે જેથી ડ્રોન તેની નજદીકની વસ્તુથી અથડાય નહિ અને તે યોગ્ય રીતે કામ કરે. પેટન્ટ પરથી કહી શકાય કે ફ્લાઈંગ કેમેરાને સ્માર્ટફોનથી કન્ટ્રોલ કરી શકાશે. તે એર જેશ્ચર પણ સપોર્ટ કરી શકે છે. પેટન્ટ સજેસ્ટ કરે છે કે આ ડ્રોનમાં થર્ડ અને ફોર્થ કેમેરા મોડ્યુલ પણ અટેચ કરી શકાશે.

હાલ વિવોએ ડ્રોન કમ કેમેરા મોડ્યુલની પેટન્ટ ફાઈલ કરાવી છે. આ ટેક્નોલોજી માર્કેટમાં ક્યારે લોન્ચ થશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...