ઇન્સ્ટા યુઝર્સ માટે ગુડ ન્યૂઝ:હવે લાઇટ વર્ઝનમાં પણ રીલ્સ ફીચર મળશે, વીડિયો બનાવવા સ્પેશિયલ ડેડિકેટેડ બટન મળશે

2 વર્ષ પહેલા

હવે ઇન્સ્ટાગ્રામ લાઈટ એપ પર પણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફીચર આવી ગયું છે. ઇન્સ્ટાગ્રામ લાઈટ મુખ્ય એપનું લાઇટર વર્ઝન છે. આ એપના રાઇટ્સ ફેસબુક પાસે છે. કંપનીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં લાઇટર વર્ઝન માટે રીલ્સનું ફીચર આપવામાં આવશે. લાઇટર વર્ઝન પર આ કંપનીનું ફીચર માત્ર ભારતીય યુઝર્સ માટે જ અવેલેબલ છે.

મુખ્ય એપ કરતાં લાઇટર પર ઓછાં ફીચર્સ છે
ભારતમાં ઇન્સ્ટાગ્રામ લાઈટ વર્ઝનનું ટેસ્ટિંગ ડિસેમ્બર 2020માં થયું હતું. આ એપ ઇન્સ્ટાગ્રામનું લાઇટર ઓપ્શન છે. એની સાઈઝ 2MBથી ઓછી છે. એને યુઝ કરવું પણ સરળ છે. જોકે મુખ્ય એપની સરખામણીમાં એમાં ઘણાં ફીચર્સ મળતાં નથી. ઇન્સ્ટાગ્રામ લાઈટ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ઇન્સ્ટાગ્રામ લાઇટર વર્ઝનથી રીલ્સ અને IGTV જેવાં અમુક ફીચર્સ ગાયબ થઇ ગયાં હતાં. જોકે હવે લાઈટ વર્ઝન પણ આવી ગયું છે. યુઝર્સ મેન ઇન્સ્ટાગ્રામ એપની જેમ જ રીલ્સને એક ડેડિકેટેડ ટાઇલ્સ ટેબમાં જોઈ શકશે.

રીલ્સ અને ટિકટોક એક પ્રકારનું ફોર્મેટ છે. ટિકટોક પર જો તમે વીડિયો અપલોડ કરો છો તો તમારા વીડિયો પર વોટરમાર્ક આવી જાય છે, પરંતુ ઇન્સ્ટા રીલ પર અપલોડ કરશો તો કંપની તમારા વીડિયો પ્રમોટ નહિ કરે.

ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ આવ્યા પછી રીલ્સ લોન્ચ થયું હતું
દેશમાં જેવું ટિકટોક બંધ થયું કે તરત જ ઇન્સ્ટાગ્રામે રીલ્સ ફીચર લોન્ચ કર્યું હતું. રીલ્સ માટે એ કંપનીએ કોઈ અલગ એપ નહિ પણ મેન એપમાં જ અલગથી ટેબ આપ્યું છે. રીલ્સની મદદથી દુનિયાભરના યુઝર્સ વીડિયો સરળતાથી જોઈ શકે છે અને એ શેર પણ કરી શકે છે.