• Gujarati News
  • Utility
  • Gadgets
  • Now The Android App Will Be Installed From The Smartphone Only, Both Should Be Logged In With The Same Account.

સ્માર્ટ ટીવી માટે નવું ફીચર:હવે સ્માર્ટફોનથી જ એન્ડ્રોઇડ એપ ઇન્સ્ટોલ થઈ જશે, બંનેમાં એક જ અકાઉન્ટથી લોગિન થયેલું હોવું જોઈએ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા સમય પહેલાં આ નવી સર્વિસ થોડા યુઝર્સ માટે જ હતી
  • હવે આ દુનિયાભરના યુઝર્સ માટે અવેલેબલ છે

ગૂગલ તેના યુઝર્સ માટે એક નવું ફીચર લઈને આવ્યું છે. આ ફીચરની મદદથી તમે સ્માર્ટફોનથી જ એન્ડ્રોઇડ બેઝ્ડ સ્માર્ટ ટીવી પર પ્લે સ્ટોરથી એપ ઇન્સ્ટોલ કરી શકશો.

ટેક ન્યૂઝ વેબસાઈટ ગિઝ્મોચાઈનાના રિપોર્ટ પ્રમાણે, આ ઓપ્શન માત્ર તે જ એપ્લિકેશનને દેખાશે જે એન્ડ્રોઇડ ટીવી પર અવેલેબલ છે. નવા ફંક્શનની સાથે ગૂગલ સ્માર્ટ ટીવી પર પ્લે સ્ટોર પર એપ્સ બ્રાઉઝ કરવાની તકલીફનું સોલ્યુશન શોધી રહ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઇન્સ્ટોલ કરવા માટે બટનમાં એક ડ્રોપ-ડાઉન મેનૂ છે.

સ્માર્ટફોનથી ટીવીમાં એપ ઇન્સ્ટોલ કરવાની રીત

  • આ માટે સ્માર્ટફોન અને એન્ડ્રોઇડ ટીવી એમ બંનેમાં એક જ ગૂગલ અકાઉન્ટથી લોગિન કરેલું જરૂરી છે.
  • એ પછી એન્ડ્રોઇડ ટીવી પર ચેક બોક્સ પર ટેપ કરો અને એન્ડ્રોઇડ ટીવી પર એપ લાવવા માટે ઇન્સ્ટોલ બટન પર ટેપ કરી શકો છો.
  • આ અકાઉન્ટમાં રજિસ્ટર્ડ સ્માર્ટ ડિવાઈસનું લિસ્ટ દેખાડે છે.

થોડા સમય પહેલાં આ નવી સર્વિસ થોડા યુઝર્સ માટે જ હતી. જે યુઝર પાસે પ્લે સ્ટોરનું લેટેસ્ટ વર્ઝન હોય તેને જ આ લાભ મળતો હતો, પરંતુ હવે આ દુનિયાભરના યુઝર્સ માટે અવેલેબલ છે.