તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું ફીચર:હવે વ્હોટ્સએપ પર શોપિંગ કરવાનું સરળ થયું, કંપનીએ એપમાં નવું કાર્ટ ફીચર ઉમેર્યું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્ટ ફીચરની સુવિધા યુઝર્સને મળવાની શરૂ થઈ ગઈ
  • કાર્ટ ફીચર આવવાથી દુકાનદારોને ઘણી રાહત મળશે

મહામારીને કારણે ઘણા લોકો સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોન્ટેક્ટ-લેસ શોપિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ખરીદી કરવા માટે ડિજિટલ ટૂલ્સની જરૂરિયાત વધી જાય છે. તેથી વ્હોટ્સએપ તેમના યુઝર્સ માટે દરરોજ પ્લેટફોર્મમાં નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે. મંગળવારે કંપનીએ ઓવરઓલ શોપિંગ એક્સપરિયન્સને સુધારવા માટે પ્લેટફોર્મ પર નવું કાર્ટ ફીચર ઉમેર્યું છે.

કાર્ટની સાથે યુઝર્સ હવે કેટલોગ બ્રાઉઝ કરી શકશે, મલ્ટીપલ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકશે અને દુકાનદારને એક મેસેજ તરીકે ઓર્ડર મોકલી શકશે. આ ફીચર દુકાનદારના ઓર્ડર ઈન્ક્વાયરીને ટ્રેક રાખવા, ગ્રાહકો સાથે આઈ રિક્વેસ્ટને મેનેજ કરવા અને સેલ ક્લોઝ કરવાને સરળ બનાવવાની સુવિધા આપશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, "કોઈ એક દુકાનમાંથી ખરીદી કરતી વખતે કાર્ટ ઘણું કામમાં આવે છે, જ્યાં તમે એક સાથે ઘણી વસ્તુઓ ખરીદો છો- જેમ કે, રેસ્ટોરાં અથવા કપડાંની દુકાન."

આ 5 વોટ્સએપ ટ્રિક જોરદાર છે, વોઈસ મેસેજને કોલની જેમ સાંભળી શકશો અને ફોટો સેન્ડ કરશો તો ક્વોલિટી ઓછી નહિ થાય

ફીચરની સુવિધા મળવાનુ શરૂ
કાર્ટ ફીચરની સુવિધા 8 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જ્યારે બિઝનેસ સામાન્ય રીતે એક સ્થાનિક રેસ્ટોરાં અથવા કપડાંની દુકાનની જેમ એકથી વધારે વસ્તુઓને વેચે છે તો કાર્ટ કામમાં આવે છે.

કાર્ટનો ઉપયોગ કરવો પણ સરળ છે, યુઝરને માત્ર તે પ્રોડક્ટ્સ શોધવી પડશે, જે તે ખરીદવા માગે છે અને ત્યારબાદ 'add to cart'પર ટેપ કરવો. એક વખત કાર્ટ કમ્પલીટ થઈ ગયા બાદ યુઝર્સને તેને દુકાનદાર (બિઝનેસ)ને મેસેજ તરીકે મોકલવું પડશે.

30 લાખ ભારતીય દર મહિને બિઝનેસ કેટલોગ જુએ છે

  • કંપનીએ એવી જાહેરાત પણ કરી છે કે વિશ્વ સ્તરે 17.5 કરોડથી વધારે લોકો છે જે દરરોજ એક દિવસ વ્હોટ્સએપ બિઝનેસ અકાઉન્ટના મેસેજ મોકલે છે અને ભારતમાં 30 લાખથી વધારે લોકો દર મહિને બિઝનેસ કેટલોગ જુએ છે.
  • વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં એક સર્વે અનુસાર, ભારતમાં 76 ટકા પુખ્ત વયના લોકોએ કહ્યું કે, "મારી એક કંપની સાથે વેપાર કરવો/ ખરીદીવી વધારે શક્યતા છે જેને હું મેસેજ દ્વારા સંપર્ક કરી શકું છું, જે હું નથી કરી શકતો નથી." ચેટ દ્વારા વધુ અને વધુ ખરીદી થવાની સાથે, અમે ખરીદી અને વેચાણને વધુ સરળ બનાવવા માગીએ છીએ. "

નવા ફીચર્સની જાણકારી આપવા ‘ઈન-એપ નોટિફિકેશન’ ફીચર લોન્ચ થયું , યુઝર્સને નવી અપડેટ આવતા તરત જ જાણ કરી દેશે

થોડા દિવસ પહેલા વોલપેપરમાં નવું એડિશન ઉમેરાયું
વ્હોટ્સએપ આ વર્ષે ઘણા ફીચર્સ લોન્ચ કર્યા છે, જેમાં વોલપેપરના કેટલાક નવા એડિશન પણ ઉમેરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ હવે યુઝર્સને કોઈ સ્પેસિફિક કોન્ટેક્ટ માટે પણ કસ્ટમ વોલપેપર સેટ કરવાની મંજૂરી આપે છે.