તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

KOO યુઝર્સ આનંદો:હવે એપના ઉપયોગ માટે કી બોર્ડ ટાઈપિંગની જરૂર નહિ, કંપનીએ 'ટોક ટુ ટાઈપ' ફીચર લોન્ચ કર્યું, લોકલ ભાષાઓ સપોર્ટ કરશે

2 દિવસ પહેલા
  • એપ હાલ હિન્દી, અંગ્રેજી, કન્નડ, તેલુગુ, તમિલ, બંગાળી અને મરાઠી ભાષા સપોર્ટ કરે છે
  • એપ પર યુઝર્સ 140 શબ્દોમાં મેસેજ લખી શકે છે. તેમાં વોઈસ અને વીડિયો મેસેજનો પણ ઓપ્શન અવેલેબલ

ટ્વિટરનો દેશી વિકલ્પ કહેવાતી KOO એપે યુઝર્સની સુવિધા માટે એક નવું ફીચર 'ટોક ટુ ટાઈપ' લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર બોલીને મેસેજ ટાઈપ કરી શકે છે. આ ફીચર દેશની તમામ લોકલ ભાષા સપોર્ટ કરશે. અર્થાત હવે યુઝરે એપના ઉપયોગ માટે ટાઈપિંગ કરવાની જરૂર નહિ રહે. આ ફીચર લોન્ચ કરવાની સાથે જ KOO એવી એપ બની છે જ્યાં લોકલ ભાષા બોલીને ટાઈપ કરી શકાય છે.

ફીચર લોન્ચિંગ પર KOOના કો ફાઉન્ડર, અમપ્રેય રાધાકૃષ્ણએ કહ્યું કે, ટોક ટુ ટાઈપ ફીચર એક જાદુ જેવું છે. હવે યુઝર કીબોર્ડ વગર ટાઈપ કરી શકશે. યુઝર બોલીને પોતાના વિચારો સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરી શકે છે.

એપના બીજા કો ફાઉન્ડર મયંત બિદાવત જણાવે છે કે, આ ફીચર લોન્ચ કરતાં ખુશી થઈ રહી છે. અમે યુઝર્સ માટે સુવિધા આપવા માગીએ છીએ. આ પ્રકારનું ફીચર તમને ફેસબુક, ટ્વિટર સહિતના કોઈ પણ સોશિયલ મીડિયા પર નહિ મળે.

7 ભાષાનો સપોર્ટ

આ એપ હાલ હિન્દી, અંગ્રેજી, કન્નડ, તેલુગુ, તમિલ, બંગાળી અને મરાઠી ભાષા સપોર્ટ કરે છે. આ વર્ષનાં અંત સુધી એપ પર કુલ 25 ભાષાનો સપોર્ટ મળશે. એપ પર યુઝર્સ 140 શબ્દોમાં મેસેજ લખી શકે છે. તેમાં યુઝરને વોઈસ અને વીડિયો મેસેજનો પણ ઓપ્શન મળે છે.

એપ પર 55 લાખ યુઝર્સ
એપ પર 55 લાખથી વધારે યુઝર્સ છે. આ વર્ષે એપનો સારો ગ્રોથ થયો છે. કંપનીનું ફોકસ 10 કરોડ યુઝર્સનું છે.

ખેડૂત આંદોલન વખતે ચર્ચામાં હતી KOO
ખેડૂત આંદોલન વખતે એપને ઘણો ફાયદો થયો હતો. આંદોલન દરમિયાન સરકારે ટ્વિટર પર લાલ આંખ કરી હતી. તો બીજી તરફ KOO એપને સપોર્ટ કર્યો હતો. KOO કંપનીનું કહેવું છે કે આત્મનિર્ભરનું ખુબ મહત્ત્વ છે. અમે લોકલ છીએ તેથી અહીંના લોકોની સમસ્યા વુધુ સારી રીતે જાણીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો