તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:હવે ઓલા તમારા ઘરે ફ્રીમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આપશે, ટૂંક સમયમાં આખા દેશમાં સર્વિસ શરૂ થશે

4 મહિનો પહેલા
  • ઓલા આ સર્વિસ માટે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ નહિ લે
  • સર્વિસનો લાભ લેવા યુઝરે કેટલાક ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવવાના રહેશે
  • કંપની તેને વેરિફાય કરી યુઝરના ઘરે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની ડિલીવરી આપશે

દેશની મેડિકલ સ્થિતિને ધ્યાનમાં રાખી હવે રાઈડિંગ કંપની ઓલાએ તેની નવી સર્વિસ શરૂ કરી છે. હવે કંપની ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પણ યુઝર્સના ઘર સુધી પહોંચાડશે. તેના માટે ગ્રાહકે કેટલીક માહિતી અપલોડ કરવી પડશે. કંપની આ માહિતી વેરિફાય કરી લે ત્યારબાદ યુઝર્સના ઘરે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ફ્રીમાં પહોંચી જશે. આ ફ્રી સર્વિસ માટે ઓલા ફાઉન્ડેશને Give India સાથે પાર્ટનરશિપ કરી છે. આ સર્વિસ ગ્રાહકોને ઓલા મોબાઈલ એપથી જ મળશે.

કંપની આ સર્વિસ માટે ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ પણ નહિ લે. આવતાં અઠવાડિયેથી આ સર્વિસ બેંગલોરમાં શરૂ થવા જઈ રહી છે. ટૂંક સમયમાં તે દેશનાં પ્રમુખ શહેરોમાં શરૂ થશે.

શરૂઆતમાં 500 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની સર્વિસ અપાશે
ઓલાના કો ફાઉન્ડર ભાવિશ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, યુઝર્સે ઓક્સિજન કોન્સન્ટ્રેશન મેળવવા માટે ઓલા એપથી રિક્વેસ્ટ મોકલવાની રહેશે. સાથે જ કેટલાક ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. ઓલા ટીમ તેને વેરિફાય કરશે અટલે ગ્રાહકોના ઘરે ઓક્સિજન કોન્સન્ટ્રેશન પહોંચી જશે. ગ્રાહકોની જરૂર પૂરી થઈ જાય તો તે કંપનીને પરત પણ કરી શકે છે.

શરૂઆતમાં ઓલા બેંગલોરમાં 500 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની સર્વિસ આપશે. ત્યારબાદ દેશના અન્ય શહેરોમાં પણ આ સર્વિસ શરૂ થશે. ગિવ ઈન્ડિયા આગામી અઠવાડિયાંમાં 10,000 યુનિટ ઓક્સિજન કોન્સન્ટ્રેશન સપ્લાય કરશે.

ઓલા સાથે રાઈડિંગ કંપની ઉબર અને બાઈક ટેક્સી કંપની રેપિડો પણ મહામારીના સમયે મદદે આગળ આવી છે. બંને કંપની ગ્રાહકોને વેક્સિનેશન સેન્ટર જવા માટે ફ્રીમાં સર્વિસ આપી રહે છે. ઉબર યુઝર 10M21V પ્રોમો કોડનો ઉપયોગ કરી આ સર્વિસનો લાભ લઈ શકે છે.

રેપિડો પણ 45+ યુઝર્સને ફ્રીમાં સર્વિસ આપી રહી છે. રેપિડો વેક્સિનેશન સેન્ટર પર જવા માટે અને ત્યાંથી ઘરે પરત આવવા માટે ફ્રી સર્વિસ આપી રહી છે. જોકે આ સેવા માત્ર દિલ્હી NCRના હોસ્પિટલ માટે જ છે.