મસ્કનો ટ્વિટર પ્લાન:હવે ટ્વીટના મોનેટાઇઝેશનથી કમાણી કરશે, કર્મચારીઓનો પગાર પણ ઘટાડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેસ્લા અને SpaceXના સ્થાપકે ટ્વીટર ખરીદવા ફંડ એકત્રિત કરવા માટે મદદ કરનાર બેંકોને કહ્યું છે કે, તે પોતાની કંપનીની કોસ્ટીંગ ઘટાડવા માટે બોર્ડ અને એક્ઝેક્યુટીવની સેલેરીમાં ઘટાડો કરશે. આ સિવાય ટ્વીટના મોનેટાઇઝેશનમાંથી પૈસા કમાશે.

બેંકે 13 બિલિયનની લોન મંજૂર કરી
મસ્ક બેંકને ખાતરી આપવામાં સફળ રહ્યો કે, તે તેની લોન ચૂકવશે. આ પછી બેંકો તેને 13 બિલિયન ડોલરની લોન આપવા માટે રાજી થઈ ગઈ. વધુમાં મસ્ક ટેસ્લા સ્ટોકના બદલે $12.5 બિલિયનની માર્જિન લોન એકત્ર કરવામાં પણ સફળ રહ્યો. તે ટ્વિટર ડીલ માટે બાકીની રકમ પોતાના ખિસ્સામાંથી એકત્રિત કરશે. મસ્કે ટ્વિટર બોર્ડના ડિરેક્ટરનો પગાર ઘટાડવા અંગે ટ્વિટ કર્યું છે. મસ્ક માને છે કે, આનાથી લગભગ 3 બિલિયન ડોલરની બચત થશે.

વેરિફાઈડ ટ્વીટ્સને એમ્બેડ કરવા અથવા ટાંકવા માટે કરવી પડશે ચૂકવણી
તેણે વેરિફાઇડ ટ્વીટ્સને એમ્બેડ કરવા અથવા ટાંકવા માટે થર્ડ પાર્ટી વેબસાઇટ્સ પાસેથી પૈસા વસૂલવાની પણ વાત કરી. આ ઉપરાંત મસ્કે બ્લુ ટિક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સેવામાં તેની કિંમત સહિત ફેરફારો સૂચવ્યા હતા. હાલમાં Twitter પ્રીમિયમ બ્લુ ટિક સેવાની કિંમત $2.99 છે.

કર્મચારીઓને રજા આપી શકે છે
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ટ્વિટર માટે ભંડોળ એકત્ર કરવાની પિચ દરમિયાન એલોન મસ્કે નોકરીઓ ઘટાડવાનો વિચાર પ્રસ્તાવિત કર્યો. જોકે, આ પ્રકારની ચર્ચા પર હજુ સુધી ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એલોન મસ્ક આવનારા સમયમાં ટ્વિટરને ફેસબુકની જેમ પૈસા કમાતી કંપની બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તે સતત મંથન કરી રહ્યો છે.