• Gujarati News
  • Utility
  • Gadgets
  • Now Making Reels On Instagram Will Not Only Get 'fun' But Also Get 'money', The Company Will Soon Launch The Bonuses Feature

ગુડ ન્યુઝ ફોર ક્રિએટર્સ:હવે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી માત્ર 'ફન' જ નહિ પણ 'ધન' પણ મળશે, કંપની ટૂંક સમયમાં Bonuses ફીચર લોન્ચ કરશે

એક વર્ષ પહેલા
  • ડેવલપર એલેઝાન્ડ્રોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અપકમિંગ ફીચરની માહિતી આપી
  • તે મુજબ હવે ક્રિએટર્સને રીલ્સ બનાવવા પર પૈસા મળશે
  • કંપનીના Bonus thresholds પૂરા કરવા પર ક્રિએટર્સને પૈસા મળશે

ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ ક્રિએટ કરતાં ક્રિએટર્સ માટે એક ગુડ ન્યૂઝ છે. ટિકટોકની જેમ હવે રીલ્સ ક્રિએટર્સ પણ રીલ્સ બનાવી પૈસા કમાવી શકશે. ગત વર્ષે ચાઈનીઝ શૉર્ટ વીડિયો એપ ટિકટોક બૅન થતાં ફેસબુકે ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ ફીચરનો ઉમેરો કર્યો હતો. પહેલાં લોકો મજા માટે રીલ્સ બનાવતાં હતાં. હવે તેનાથી યુઝર્સ પોતાનું ખિસ્સું પણ ભરી શકશે.

આ અપકમિંગ ફીચરનું નામ 'Bonuses' છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સ કંપની પાસેથી પૈસા લઈ શકશે. આ ફીચર વિશે ડેવલપર એલેઝાન્ડ્રોએ ટ્વીટ કર્યું છે. તેણે અપકમિંગ ફીચરનો સ્ક્રીન શૉટ શેર કરી કન્ફર્મ કર્યું છે કે હવે ટૂંક સમયમાં ક્રિએટર્સને રીલ્સનાં માધ્યમથી પૈસા કમાવવાની તક મળશે. જોકે Bonuses ફીચર માત્ર ક્રિએટર્સ માટે લોન્ચ થશે. સામાન્ય યુઝર્સ તેનો લાભ ઉઠાવી નહિ શકે.

આ નવાં ફીચર વિશે કંપનીએ ઓફિશિયલી કોઈ જાહેરાત કરી નથી. એપડેટ કરેલાં રીલ્સની સંખ્યા કે પછી એન્ગેજમેન્ટ મેટ્રિક્સના કેવાં ક્રાઈટેરિયા હેઠળ પેમેન્ટ મળશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે. પરંતુ આ ફીચરની હિન્ટ મળતાં જ ક્રિએટર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કંપની Bonus thresholds નક્કી કરી શકે છે. તેને પાર કરવા પર ક્રિએટર્સને પૈસા મળશે. સ્ક્રીન શૉટમાં પણ જોઈ શકાય છે કે ક્રિએટર્સ અર્નિંગ પ્રોગ્રેસને ટ્રેક કરી શકશે.

Insights ફીચર લોન્ચ
બિઝનેસ ગ્રોથ રિલેટેડ આ ફીચર કંપનીએ તાજેતરમાં જ લોન્ચ કર્યું છે. તેની મદદથી સોશિયલ મીડિયાની રીચ વિશે ખબર પડશે. કેટલા યુઝર્સ તમારા સુધી પહોંચ્યા તે ડેટા વિશે પણ ખબર પડશે. આ બધો ડેટા અકાઉન્ટ ઈનસાઈટ્સ ટેબમાં મળી રહેશે. તેમાં ગ્રાફથી સમજવામાં મદદ મળશે.

ઓડિયન્સ વિશે ખબર પડશે

ઈનસાઈટ ટૂલ એક બિઝનેસ ટૂલ છે, તે તમને ફોલોઅર્સ અને કન્ટેન્ટ વિશે જણાવે છે. ઈનસાઈટ યુઝ કરવાથી તમને ઓડિયન્સ વિશે વધારે સારી રીતે ખબર પડશે. તમે બિઝનેસને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ બનાવી શકશો. રીલના મેટ્રિક્સ જેમ કે પ્લે, અકાઉન્ટની રીચ, લાઈક, કમેન્ટ, સેવ અને શેર થતી પોસ્ટ વિશે જણાવશે. ઇન્સ્ટાગ્રામ લાઈવની મદદથી મેટ્રિક્સ અકાઉન્ટ, કમેન્ટ અને શેરની ઇન્ફોર્મેશન દેખાડશે.

આ રીતે તેનો ઉપયોગ કરો

  • ઈનસાઈટ જોવા માટે સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ બિઝનેસ કે ક્રિએટર અકાઉન્ટ હોલ્ડર બનવું પડશે. એ પછી પ્રોફાઈલમાં જાઓ.
  • ઈનસાઈટ એક્શન બટન પર ક્લિક કરો.
  • સૌથી ઉપર જમણી બાજુએ Menu પર જઈને પણ ઈનસાઈટ પર ટેપ કરો.
  • ઓવરવ્યૂ સેક્શન કે ખાસ કન્ટેન્ટ માટે મેટ્રિક પર ટેપ કરો.
  • હવે તે કન્ટેન્ટનું ઈનસાઈટ દેખાશે જે તમે બિઝનેસ કે ક્રિએટર અકાઉન્ટમાં કન્વર્ટ કર્યા પછી પોસ્ટ કર્યું હોય.
  • 7 કે 30 દિવસનું ઈનસાઈટ જોવ માટે સ્ક્રીનમાં સૌથી ઉપર ડ્રોપ-ડાઉન પર ટેપ કરી જોઈ શકાશે.