મેડ ઈન ઈન્ડિયા બ્રાઉઝર:હવે એન્ડ્રોઈડ ટીવીમાં પણ જિયો પેજેસનો ઉપયોગ કરી શકાશે, ઈન-બિલ્ટ 10 હજાર વીડિયો મળશે; આ રીતે ડાઉનલોડ કરો

7 મહિનો પહેલા
  • બ્રાઉઝર એક ડેડિકેટેડ સર્ચ બાર અને વોઈસ સર્ચ સપોર્ટની સાથે આવે છે
  • પ્રાઈવેટ બ્રાઉઝિંગ માટે તેમાં ઈનકોગ્નિનટો મોડનો સપોર્ટ ઉપલબ્ધ છે

રિલાયંસ જિયોના વેબ બ્રાઉઝર 'જિયો પેજેસ' (JioPages)એ એન્ડ્રોઈડ ટીવી પર એન્ટ્રી કરી છે. તેને લેટેસ્ટ અપડેટ દ્વારા એન્ડ્રોઈડ ટીવી બેસ્ડ સ્માર્ટ ટીવી પર લાવી શકાશે. ખાસ વાતએ છે કે વેબ બ્રાઉઝર આઠ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે અને તેમાં સ્માર્ટ ટીવી યુઝર્સ માટે વેબ બ્રાઉઝિંગને સરળ બનાવવા માટે એક ડેડિકેટેડ વીડિયો સેક્શન અને એક PDF રીડર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

ન્યૂઝ વાંચવા માટે ડેડિકેટેડ સેક્શન મળશે
તે ઉપરાંત જિયો પેજેસ એક ડેડિકેટેડ ન્યૂઝ સેક્શનની સાથે આવે છે, જેને યુઝર આઠ ડેડિકેટેડ ભાષામાંથી કોઈપણ એક ટ્રેંડિંગ ન્યૂઝ જોવા અને એટલે સુધી કે મોટી સ્ક્રીન પર સમાચાર વાંચવા માટે ઈ-ન્યૂઝ પેપર ડાઉનલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. જિયો પેજેસ બ્રાઉઝર એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ માટે જિયો બ્રાઉઝરના અપડેટ તરીકે આવ્યું અને કંપનીનો દાવો છે કે, પ્લેટફોર્મ તેના બ્રાઉઝરને 1 કરોડથી વધારે ડાઉનલોડ કરવામાં આવ્યું હતું.

બિલ્ટ-ઈન ડાઉનલોડ મેનેજર પણ મળશે
સ્માર્ટ ટીવી માટે ઉપલબ્ધ કોઈપણ અન્ય વેબ બ્રાઉઝરની જેમ જિયો પેજેસ યુઝર્સને પોતાની મોટી સ્ક્રીનથી ડાયરેક્ટ વેબ બ્રાઉઝ કરવાની મંજૂરી આપે છે. તે ઓનલાઈન કન્ટેન્ટના ઈઝી સર્ચિંગ માટે એક ડેડિકેટેડ સર્ચ બાર અને વોઈસ સર્ચ સપોર્ટની સાથે આવે છે. યુઝર્સ પોતાની પસંદગીની સાઈટને બુકમાર્ક કરી શકે છે અથવા પોતાની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને એક્સેસ કરી શકે છે. તેમાં બિલ્ટ ઈન ડાઉનલોડ મેનેજર છે, જે એ તપાસવાની સુવિધા આપે છે કે સ્માર્ટ ટીવી પર શું ડાઉનલોડ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત જિયો પેજેસ વેબ બ્રાઉઝરમાં એક ક્વિકલિંક્સ સેક્શન પણ છે, જે તમને એક સ્ક્રીનથી લોકપ્રિય સાઈટને ઝડપથી જોવાની સુવિધા આપે છે.

20 કેટેગરીના 10 હજાર વીડિયો મળશે
ડિફોલ્ટ બ્રાઉઝિંગ મોડની સાથે, જિયો પેજેસમાં એક ઈનકૉગ્નિટો મોડ પણ મળે છે, જેથી પ્રાઈવેટ બ્રાઉઝિંગ કરી શકાય. તેમાં વીડિયો સેક્શન પણ છે, જેમાં મ્યુઝિક, કિડ્સ, મૂવી અને લાઈફસ્ટાઈલ સહિત 20 કેટેગરીમાં 10 હજાર ક્યૂરેટેડ કન્ટેન્ટ જોઈ શકાય છે. તે સિવાય રિઝનલ કન્ટેન્ટ પણ છે, જેમાં પસંદગીના ન્યૂઝ ફીડને પસંદગીની ભાષામાં કસ્ટમાઈઝ કરી શકાય છે. એન્ડ્રોઈડ ટીવી યુઝર્સ તેમના ટીવી પર ડોક્યુમેન્ટ્સ વાંચવા માટે જિયો પેજેસ બ્રાઉઝરથી ડાયરેક્ટ PDF પણ ડાઉનલોડ કરી શકે છે.

તમારા એન્ડ્રોઈડ ટીવી પર આ રીતે ડાઉનલોડ કરો જિયો પેજેસ
તેના માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમે એન્ડ્રોઈડ ટીવી બેસ્ડ સ્માર્ટ ટીવી પર જિયો પેજેસ ડાઉનલોડ કરી શકો છો. જિયો પેજેસ ટીવીના મોબાઈલ વર્ઝન પર અમુક તફાવત રાખવા માટે જિયો પેજેસ ટીવી ટાઈટલ અંતર્ગત એપ ઉપલબ્ધ છે. લેટેસ્ટ રિલીઝ પહેલા જિયો પેજેસ એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે ઉપલબ્ધ હતું. જિયોએ તેના સેટ-ટોપ બોક્સ યુઝર્સને વેબ બ્રાઉઝિંગ એક્સપિરિયન્સ આપવા માટે તેને જિયો સેટ-ટોપ-બોક્સ માટે પણ ઉપલબ્ધ કરાવ્યું છે.