અત્યારના સ્માર્ટફોનના યુગમાં લોકો પાસે થોડા દિવસ એન્ડ્રોઇડ ફોન હોય તો છે તો થોડા દિવસ એપલનો ફોન વાપરતા હોય છે. પરંતુ આ વચ્ચે તકલીફ એ હોય છે એપલ ફોનનો ડેટા એન્ડ્રોઇડમાં કેવી રીતે લેવો. આ સમસ્યાનું સમાધાન ગૂગલ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં જ ગૂગલ દ્વારા 'સ્વિચ ટુ એન્ડ્રોઇડ એપ' લોન્ચ કરી છે. આ એપ ખાસ કરીને એવા iOS યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે જે એન્ડ્રોઇડમાં આવવા માગે છે. ગૂગલની 'સ્વિચ ટુ એન્ડ્રોઇડ એપ' એપ વાયરલેસ તરીકે કામ કરે છે એટલે કે ડેટા ટ્રાન્સફર કરવામાં કોઈ કેબલની જરૂર નથી પડતી.
એન્ડ્રોઇડમાં ડેટા ટ્રાન્સફર પૂરી રીતે સુરક્ષિત રહેશે
ગૂગલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, iOS થી એન્ડ્રોઇડમાં ડેટા ટ્રાન્સફર સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. આ સિવાય iOS થી એન્ડ્રોઇડમાં ડેટા ટ્રાન્સફરમાં વધુ સમય પણ નહીં લાગે. સ્વિચ ટુ એન્ડ્રોઇડ એપ એપ સ્ટોર ઉપર પણ છે. આ સાથે જ એપમાં કેવી રીતે ડેટા ટ્રાન્સફર કરી શકાશે તે અંગેની પણ જાણકારી આપવામાં આવી છે.
એપ્લિકેશનની સાઈઝ છે 39MB
ડેટા ટ્રાન્સફર દરમિયાન યુઝર્સ કોન્ટેક્ટથી લઈને ફોટો-વીડિયો અને કેલેન્ડર સુધી ટ્રાન્સફર કરવાનો ઓપ્શન મળશે. આ એપ્લિકેશનની સાઈઝ 39 MB છે. iOS 12.0 વર્ઝન અથવા તેના પછીના iOS વર્ઝનવાળા આઈફોન પર ડાઉનલોડ કરી શકાય છે. મજાની વાત એ છે કે, અત્યાર સુધી iOSથી એન્ડ્રોઈડમાં સ્વિચ કરવાનો કોઈ ઓપ્શન ના હતો. એપલ પાસે એન્ડ્રોઈડથી iOSમાં સ્વિચ કરવાનો ઓપ્શન પહેલાથી જ હતો.
આઈફોન પર સ્વિચ ટુ એન્ડ્રોઇડ એપને ડાઉનલોડ કરવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રોસેસ
સ્વિચ ટુ એન્ડ્રોઇડ એપ માટે એપ સ્ટોરના લિસ્ટિંગથી ખબર પડે છે કે, યુઝર્સ તેના આઈફોન પર iOS 12 અથવા તેના પછીના વર્ઝન પર જ ચાલશે. એપની ડિટેલ યુઝર્સને એ પણ બતાવે છે કે એન્ડ્રોઇડ ડિવાઇસ પર ડેટા ટ્રાન્સફરને પૂર્ણ કરવા માટે યુઝર્સના આઈફોનના ડેટા સુધી પહોંચવા માટે ઘણી બધી પરમિશન માગશે. એપ પ્રાઈવસી સેક્શન 'ડેટા લિંક્ડ ટુ યુ' હેઠળ લોકેશન, કોન્ટેક્ટ ઇન્ફર્મેશન, યુઝર કન્ટેન્ટ, યુસેજ ઇન્ફર્મેશન, આઇડેન્ટિફાયર અને અન્ય ડેટા દેખાડે છે. અલબત્ત, ગૂગલે હજુ સુધી એપની સત્તાવાર જાહેરાત કરી નથી અને એપ સ્ટોર પર ક્યારે લિસ્ટ થશે તેની કોઈ માહિતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.