વ્હોટ્સએપ યુઝર્સની આતુરતાનો હવે અંત આવ્યો છે. iOS ટુ એન્ડ્રોઈડ ચેટ હિસ્ટ્રી ટ્રાન્સફર ફીચરની કંપનીએ ઓફિશિયલી જાહેરાત કરી છે. આ ફીચરની માગ યુઝર્સ ઘણા ટાઈમથી કરી રહ્યા હતા. ફાઈનલી હવે તેનાં લોન્ચિંગ વિશે કંપનીએ જાહેરાત કરી છે.
બુધવારે યોજાયેલી ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટમાં સેમસંગના પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન લોન્ચ થવાની સાથે વ્હોટ્સએપે તેનાં આ અપકમિંગ ફીચરની જાહેરાત કરી છે. જોકે આ ફીચરનો લાભ તમામ યુઝર્સને નહિ મળે. તમારા આઈફોનમાંથી એન્ડ્રોઈડ ડિવાઈસમાં ચેટ માઈગ્રેટ કરવા માટે તમારી પાસે સેમસંગનો પ્રીમિયમ ફોન હોવો જરૂરી છે.
જી હા આ ફીચર શરૂઆતમાં કંપની કેટલીક શરતો સાથે લોન્ચ કરશે. સેમસંગ 'ગેલેક્સી Z ફોલ્ડ 3' અને 'સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 3 ના ગ્રાહકોને આ ફીચરનો સર્વ પ્રથમ લાભ મળશે. અત્યાર સુધી યુઝર્સ એ ચિંતાને લીધે આઈફોનથી એન્ડ્રોઈડ્સ પર સ્વિચ નહોતા થતાં કારણ કે તેમની વ્હોટ્સએપ ચેટ માઈગ્રેટ થઈ શકતી નહોતી જોકે હવે યુઝર્સની આ સમસ્યાનો અંત આવશે.
આ ફીચર એન્ડ્રોઈડ ટુ iOS ડિવાઈસ પર પણ કામ કરશે કે કેમ તેના પર કંપનીએ હજુ મૌન સાધ્યું છે. iOS ટુ એન્ડ્રોઈડ વ્હોટ્સએપ ચેટ માઈગ્રેટ ફીચરની જાહેરાત થતાં એન્ડ્રોઈડ ટુ iOS ચેટ માઈગ્રેટ ફીચર પણ ટૂંક સમયમાં લોન્ચ થાય તેવી શક્યા છે.
ચેટ માઈગ્રેશન ફિઝિકલ પ્રોસેસથી થશે
ચેટ માઈગ્રેશન પ્રોસેસ ઈન્ટરનેટને બદલે ફિઝિકલ કનેક્ટર કેબલ દ્વારા થશે. ચેટ હિસ્ટ્રી ફિઝિકલ લાઈટનિંગ ટુ USB C કેબલથી માઈગ્રેટ થશે. આઈફોન અને એન્ડ્રોઈડની ઓપરેટિંગ સિસ્ટમ અલગ અલગ હોવાથી અલગ અલગ ક્લાઉડ બેકએપને લીધે ઈન્ટરનેટ થ્રુ આ પ્રોસેસ સંભવ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.