એપલે લેટેસ્ટ iPhone સિરીઝને અપડેટ કરી:હવે પીળા કલરમાં પણ મળશે iPhone 14 અને iPhone 14 Plus, 14 માર્ચથી સેલ શરૂ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને 14 Pro Max ને ગત વર્ષે જ લોન્ચ કરવામાં આવ્યાં હતાં. એપલે હોળીના ખાસ તહેવારે Phone 14, iPhone 14 Plusને યલો કલર ઓપ્શન્સ સાથે લોન્ચ કર્યા છે. આ સાથે જ જે લોકો હવે iPhone 14, iPhone 14 Plusની ખરીદી કરવા ઈચ્છે છે તેઓને સાથે પાંચ કલર ઓપ્શન મળશે. કંપનીએ ગત વર્ષે બ્લુ, મિડનાઇટ, પર્પલ, સ્ટારલાઇટ અને પ્રોડક્ટ રેડ કલરમાં iPhone 14 અને iPhone 14 Plus લોન્ચ કર્યા હતા.

કંપનીએ આ બંને આઇફોનના ફિચર્સ અને સ્પેસિફિકેશન્સમાં પણ કોઇ અપડેટ કરવામાં આવ્યું નથી. iPhone 14ને 128GB, 256GB અને 512GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યા હતા, જેની કિંમત 79,900 રૂપિયા, 89,900 રૂપિયા અને 1,09,900 રૂપિયા છે. iPhone 14 plusને પણ આ જ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતા, જેની કિંમત 89,900 રૂપિયા, 99,900 રૂપિયા અને 1,19,900 રૂપિયા છે.