તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાયબર બૂલિંગ જેવી સમસ્યાઓને લડત આપવા ફેસબુકની માલિકીની ફોટો અને વીડિયો શેરિંગ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઈન્સ્ટાગ્રામે નવી અપડેટ અને ફીચર લોન્ચ કર્યાં છે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધારે સિક્યોર કરવા માટે આ અપડેટ રિલીઝ કરી છે. કંપનીએ તેના બ્લોગમાં લખ્યું છે કે, ક્મ્યૂનિટી સ્ટાન્ડર્ડ્સ ઈન્ફોર્સમેન્ટ રિપોર્ટની પાંચમી એડિશન રિલીઝ કરશે, જે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને વધુ સલામત બનાવવા માટે અમારાં સ્ટેપ્સની સમીક્ષા કરશે. કંપનીએ બલ્ક કમેન્ટ ડિલીટ, ટેગિંગ, પિન્ડ કમેન્ટ (pinned comment) સહિતનાં અનેક ફીચર લોન્ચ કર્યાં છે.
એકસાથે બે ડઝન કમેન્ટ ખલ્લાસ!
‘ડિલીટ કમેન્ટ ઈન બલ્ક’ નામના આ ફીચરની મદદથી યુઝર એક સાથે 25 કમેન્ટ્સ ડિલીટ કરી શકશે. તેનાથી વધારે માત્રામાં ફોલોઅર્સ ધરાવતા યુઝરને ફાયદો થશે. iOS યુઝર્સ ડોટેડ આઈકોન પર ક્લિક કરી તેનો ઉપયોગ કરી શકશે. તેનાં પર મેનેજ કમેન્ટમાં જઈ વન બાય વન કમેન્ટ સિલેક્ટ કરી તેને ડિલીટ કરી શકશે.
બ્લોક કમેન્ટ્સ અને અકાઉન્ટ્સ
આ ફીચર અગાઉની અપડેટમાં પણ હતું. જોકે આ નવાં ફીચરમાં યુઝર બલ્કમાં કમેન્ટ્સ અને અકાઉન્ટ બ્લોક કરી શકશે. તેના માટે iOS યુઝર મેનેજ કમેન્ટમાં જઈ બલ્કમાં અકાઉન્ટ બ્લોક કરી શકે છે. એન્ડ્રોઈડ યુઝર્સ કમેન્ટ પર પ્રેસ અને હોલ્ડ કરી ડોટેડ આઈકોન પર જઈ બ્લોક ઓપ્શન પસંદ કરવાનો રહેશે.
યુઝરને પોસ્ટમાં કોણ ટેગ કરી શકશે તે પણ પસંદ કરી શકશે
ઓનલાઈન બુલિંગ એટલે કે હેરાનગતિ થતી રોકવા માટે કંપનીએ યુઝરની પ્રાઈવસી માટે તેને પોસ્ટમાં કોણ ટેગ કરી શકશે તેવું ફીચર પણ લોન્ચ કર્યું છે. યુઝર ‘એવરીવન’, ‘ઓન્લી પીપલ યુ ફોલો’ અને ‘નો વન’ એમ ત્રણમાંથી કોઈપણ ઓપ્શનની પસંદગી કરી તેને પોસ્ટમાં કોણ ટેગ અને મેન્શન કરી શકશે તે નક્કી કરી શકે છે.
Pinned કમેન્ટ
પોઝિટિવ એક્સપિરિઅન્સને પ્રમોટ કરવા માટે Pinned કમેન્ટ ફીચરનો પણ ઉમેરો કર્યો છે. આ ફીચરની મદદથી યુઝર તેની પોસ્ટમાં આવતી કમેન્ટને પ્રાયોરિટી આપી Pin કરી શકે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.