WhatsApp ન્યુ ફિચર અપડેટ:હવે એડમિનનાં કંટ્રોલમાં રહેશે ગ્રુપનાં મેસેજ, તમે કોઇનાં પણ વીડિયો-ફોટો ડિલીટ કરી શકશો, જાણો આખી પ્રોસેસ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપ ગૃપ એડમિન માટે નવું ફીચર આવી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ કંપની એક નવું ફીચર રિલીઝ કરવાની તૈયારીમાં છે, જેમાં ગૃપ એડમિન ગૃપનાં કોઇપણ વ્યક્તિનાં મેસેજને ડિલીટ કરી શકે છે. જો કે, અત્યારે આ ફિચર અમુક બીટા ટેસ્ટર્સ માટે જ રિલીઝ કરવામાં આવશે. આ ફીચર તમારાં વ્હોટ્સએપમાં કામ કરી રહ્યું છે કે નહીં તે જાણવા માટે તમે જે ગૃપનાં એડમિન છો તે ગ્રુપમાંથી એક મેસેજ ડિલીટ કરવાનો પ્રયાસ કરો. જો બધા માટે ડિલીટ આવે છે, તો સમજો કે તમને આ સુવિધા વોટ્સએપ પર મળી રહી છે.

નવા ફીચરનું નામ એડમિન ડિલીટ થઈ જશે
વ્હોટ્સએપનાં નવા ફીચરનું નામ એડમિન ડિલીટ છે. આ ફીચર વ્હોટ્સએપનાં એન્ડ્રોઈડ 2.22.17.12 બીટા વર્ઝન પર રજૂ કરવામાં આવશે. વ્હોટ્સએપ અપડેટ્સને ટ્રેક કરતાં wabetainfo પોર્ટલે પણ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં એવું કહેવામાં આવ્યું છે, કે વ્હોટ્સએપ એક નવી સુવિધા બહાર પાડી રહ્યું છે, જેથી ગૃપ એડમિન ગૃપમાં કોઈપણ વ્યક્તિનાં મેસેજને ડિલીટ કરી શકે.

ગ્રુપ એડમિનને ફાયદો થશે
‘એડમિન ડિલીટ’ફીચરની મદદથી ગૃપ એડમિન પોતાનાં વ્હોટ્સએપ ગૃપને વધુ સારી રીતે ચલાવી શકશે. જો કે, તમે કોઈ મેમ્બરનો મેસેજ ડિલીટ કરશો તો ચેટમાં ગૃપ એડમિનનું નામ પણ દેખાશે, જેનાથી દરેકને ખબર પડી જશે કે આ મેસેજને ગૃપ એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે કોઈપણ મેસેજ દરેક માટે કેવી રીતે ડિલીટ કરવામાં આવે છે? ફક્ત આ સરળ પગલાંને અનુસરો.

ડિલીટ ફોર એવરીવન કરવાની પ્રોસેસ

  • વ્હોટ્સએપ ઓપન કરો અને ચેટ પર જાઓ અને તમે જે મેસેજ ડિલીટ કરવા માગો છો તેના પર ક્લિક કરો.
  • હવે તે મેસેજ સિલેક્ટ કરવા માટે થોડી વાર ટેપ કરો.
  • જો તમે વધુ મેસેજ ડિલીટ કરવા માગો છો તો તે મેસેજ પર ટેપ કરીને તેને સિલેક્ટ કરો.
  • મેસેજ સિલેક્ટ કર્યા બાદ ઉપરની તરફ ડિલીટ એટલે કે ડસ્ટબિન આઈકન પર ટેપ કરો.
  • ડિલીટનાં આઈકન પર ટેપ કર્યા પછી ડિલીટ ફોર એવરીવન સિલેક્ટ કરો. આટલું કર્યા પછી વ્હોટ્સએપ મેસેજ ડિલીટ થઈ જશે.

ડિલીટ ફોર એવરીવનનો અર્થ
વ્હોટ્સએપ મેસેજને ડિલીટ કરવા માટે કેટલાક ઓપ્શન આપે છે. આમાંથી એક વિકલ્પ ‘ડિલીટ ફોર એવરીવન’છે. ડિલિટ ફોર એવરીવન વિકલ્પથી તમે જાતે મોકલેલો કોઈપણ મેસેજ ડિલીટ કરી શકો છો. આનો ફાયદો એ છે, કે ડિલીટ ફોર એવરીવન કર્યા પછી તમે અથવા કોઈપણ યુઝર તમારાં કાઢી નાખેલાં સંદેશને જોઈ શકતાં નથી. આ સુવિધા વ્યક્તિગત ચેટિંગ ઉપરાંત ગૃપ પર પણ કામ કરે છે.

'કીપ મેસેજ' પર પણ કામ થઈ રહ્યું છે
આ સિવાય વ્હોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેથી યૂઝર્સ ગાયબ થયેલાં મેસેજને સેવ કરી શકે. આ નવા ફીચરનું હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તમે ડિસઅપીઅર મેસેજ મોકલો છો ત્યારે મેસેજ ચોક્કસ સમય પછી આપમેળે જ ડિલીટ થઈ જાય છે, પરંતુ જ્યારે તમે આ ફીચર ઓન રાખો છો ત્યારે તમે ડિસઅપીઅર મેસેજને પણ સેવ કરી શકો છો.

સ્કેમથી બચવા માટેનું નવું ફિચર
વ્હોટ્સએપનાં પેમેન્ટ ફીચરને વધુ સુરક્ષિત બનાવવા માટે કંપની એક નવું યુઝર-સેફ્ટી કેમ્પેન લઈને આવી રહી છે. વ્હોટ્સએપે 26 જુલાઇનાં રોજ એક અભિયાન શરૂ કર્યું છે અને તેનું ટાઇટલ 'સ્કેમ સે બચો' રાખ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે યૂઝર્સને એક વીડિયો દ્વારા આ અંગે અમુક મહત્વપૂર્ણ જાણકારી આપીને જાગૃત કરવામાં આવશે.