જો તમે હાલ અનલોકમાં વર્ક ફ્રોમ હોમ છોડી ઓફિસે કામ પર જવાનું વિચારી રહ્યા હો કે પછી કોઈ અંગત કામથી તમારા વિસ્તારમાંથી કોઈ અન્ય વિસ્તારમાં ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા છો અને તમારા મનમાં એ પણ ડર છે કે કોરોકાળમાં ત્યાં જવું યોગ્ય રહેશે કે કેમ. તો તમારી આ મૂંઝવણને હવે ગૂગલ મેપ્સ દૂર કરશે. જી હા, ગૂગલે મેપ્સમાં નવાં ફીચરની જાહેરાત કરી છે. જે જગ્યાની વ્યસ્તતા વિશેની માહિતી આપશે જેથી તમે નક્કી કરી શકો કે કોરોનાકાળમાં જે-તે સ્થળે જવું કે કેમ અને કયા સમયે જવું.
ગૂગલે 15 ઓક્ટોબરે યોજાયેલી Search On 2020 ઈવેન્ટમાં બિઝીનેસ ઈન્ફોર્મેશન અર્થાત વ્યસ્તતાની માહિતી આપનારા ફીચરની જાહેરાત કરી છે, જેથી યુઝર નક્કી કરી શકે કે મહામારીના આ સમયમાં યુઝરે પસંદ કરેલી લોકેશન તેના માટે યોગ્ય છે કે કેમ. કંપની ટૂંક સમયમાં તેને એન્ડ્રોઈડ, iOS અને ડેસ્કટોપ માટે ગ્લોબલી લોન્ચ કરશે. થોડા મહિનાઓમાં આ ફીચરમાં લાઈવ વ્યૂ પણ ઉમેરાશે. ગૂગલના જણાવ્યા પ્રમાણે આ નવું ફીચર લોન્ચ થવાથી કોવિડ-19 અને સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સ ધ્યાનમાં રાખી શકાશે.
આ પ્રકારની બિઝીનેસ ઈન્ફોર્મેશન મળશે
તમે કોઈ જગ્યા મેપ્સમાં સર્ચ કરશો એટલે આ ફીચર તેના ઓવરવ્યૂમાં તે જગ્યાનું ઓવરઓલ લોકેશન, કોન્ટેક્ટ નંબર તે જગ્યાની કેટેગરીની અગાઉની જેમ માહિતી આપશે. સાથે જ ધારો કે તમે કોઈ રેસ્ટોરાંમાં ફેમિલી ડિનરનો પ્લાન બનાવ્યો છે તો તે રેસ્ટોરાં સાઇઝ પ્રમાણે નાનું છે કે મોટું તે પણ જણાવે છે. આ સિવાય ગૂગલ કોરોનાને ધ્યાનમાં રાખી લોકેશન પ્રમાણે તે લોકેશનમાં કેવી સુવિધાઓ મળશે અને તમારે તે જગ્યાએ જવા માટે કેવી પ્રિપરેશન કરવી પડશે તેની માહિતી આપશે. ટૂંક સમયમાં તેમાં લાઇવ વ્યૂનો પણ ઓપ્શન ઉમેરાશે. તેથી યુઝર્સ લોકેશન પર પહોંચતા પહેલાં વર્ચ્યુઅલી તે લોકેશન કેવું છે તે જોઈ શકે અને એ નિર્ણય લઈ શકે કે કોરોનાકાળમાં તેે લોકેશન પર જવું હિતાવહ છે કે નહિ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.