તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Now Google Will Not Allow Users To Log In Without 'two Step Verification', The Company Will Turn On This Feature By Default

સિક્યોરિટી મેટર્સ:હવે ગૂગલ 'ટુ સ્ટેપ વેરિફિકેશન' વગર યુઝર્સને લોગ ઈન નહિ કરવા દે, કંપની બાય ડિફોલ્ટ આ ફીચર ઓન કરશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી આ ફીચર્સ અવેલેબલ જ હતું, જોકે મોટા ભાગના યુઝર્સ તેનો ઉપયોગ કરતાં નહોતા
  • હેકર્સના ફિશિંગ અટેકથી બચાવવા અને યુઝર્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે કંપની આ ફીચર હવે બાય ડિફોલ્ટ ઓન કરશે

યુઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ગૂગલ એક સ્ટેપ આગળ વધી છે. અત્યાર સુધી ગૂગલનું 'ટુ સ્ટેપ વેરિફિકેશન' ફીચર અવેલેબલ જ હતું. ઘણા યુઝર્સ તેનો ઉપયોગ પણ કરતાં હતા પરંતુ હવે કંપની તેને બાય ડિફોલ્ટ સેટ કરશે. અર્થાત હવે 'ટુ સ્ટેપ વેરિફિકેશન' વગર યુઝર તેના ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન નહિ કરી શકે.

યુઝર્સને મેલ કરી 'ટુ સ્ટેપ વેરિફિકેશન'ની માહિતી આપી રહી છે ગૂગલ

યુઝર્સનું અકાઉન્ટ વધારે સિક્યોર રહે તે માટે બાય ડિફોલ્ટ આ ફીચર ઓન કરવાનો કંપનીએ નિર્ણય લીધો છે. જે યુઝરે આ ફીચર ઓન નથી કર્યું તેમને કંપની મેલ કરી માહિતગાર કરી રહી છે. કંપનીએ અત્યાર સુધી 200 કરોડ યુઝર્સને મેલ કર્યો છે.

કોડ સબમિટ કર્યા બાદ જ અકાઉન્ટનો એક્સેસ મળશે

આ ફીચરને કારણે તમારા ડિવાઈસના ફિઝિકલ એક્સેસ વગર કોઈ પણ તમારું અકાઉન્ટ એક્સેસ નહિ કરી શકે. કોઈ પણ વ્યક્તિ પાસે જો યુઝરનેમ અને પાસવર્ડ હશે તો પણ તે લોગ ઈન નહિ કરી શકશે. 'ટુ સ્ટેપ વેરિફિકેશન' ફીચર ઓન કરવા પર યુઝર્સ જ્યારે પણ તેનાં અકાઉન્ટમાં લોગ ઈન કરશે ત્યારે તેના મોબાઈલ પર એક કોડ આવશે આ કોડ સબમિટ કર્યા બાદ જ અકાઉન્ટમાં લોગ ઈન કરી શકાશે.

હેકર્સથી બચાવશે આ ફીચર
ગૂગલે તેના બ્લોગમાં જણાવ્યું કે આ ફીચર એટલા માટે મહત્ત્વનું છે કારણ કે મોટા ભાગના યુઝર્સ તેમના તમામ સોશિયલ મીડિયા માટે સરખા પાસવર્ડ રાખે છે. જો હેકર કોઈ એક સોશિયલ મીડિયાનો પાસવર્ડ ક્રેક કરી લે તો તે અન્ય સોશિયલ મીડિયા પણ હેક કરી શકે. તેનાથી યુઝરને બચાવવા માટે આ ફીચર જરૂરી છે.

ગૂગલની પોસ્ટ પ્રમાણે વર્ષ 2020માં “how strong is my password”નું સર્ચ 300% વધ્યું છે. કોરોનાકાળમાં સાયબર અટેકના કેસો વધી જવાથી યુઝર્સ તેમની સિક્યોરિટી માટે ચિંતિત બન્યા છે. આ ફીચરની મદદથી યુઝર્સ હેકર્સના ફિશિંગ અટેકથી બચી શકે છે.