નવી અપડેટ:હવે ગૂગલ ફોન એપ કોનો ફોન આવી રહ્યો છે તેનું નામ જણાવશે, આ સેટિંગ ફોલો કરી નવાં ફીચર્સની મજા માણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૂગલની ફોન એપ Google - Caller ID & Spam Protectionમાં નવી અપડેટ આવી છે. હવે આ એપ યુઝર્સના ફોનમાં કોનો કોલ આવી રહ્યો છે તેનું નામ બોલીને જણાવશે. તેમાં યુઝર્સને અનેક ઓપ્શન મળશે. યુઝર ફોન રિંગ સાથે કોલરનું નામ અનાઉન્સ કરવાનો ઓપ્શન પસંદ કરી શકે છે. અથવા જ્યારે હેડફોન કનેક્ટ થાય ત્યારે જ કોલરનું નામ અનાઉન્સ થાય તેવો ઓપ્શન પણ યુઝરને મળશે.

આ એપ ફોનમાં ડાયલરનું કામ કરે છે. તેમાં યુઝર ફેવરિટ કોન્ટેક્ટ બનાવી શકે છે. પહેલાં આ આ નવી અપડેટ અમેરિકાના પિક્સલ યુઝર્સ માટે જ અવેલેબલ હતી. જોકે હવે તે ગ્લોબલી એન્ડ્રોઈડ યુઝર્સ માટે રોલઆઉટ થઈ છે. અત્યાર સુધી આ એપને 50 કરોડથી વધારે વખત ઈન્સ્ટોલ કરવામાં આવી છે.

એપ યુઝરને સ્પૅમ કોલ અલર્ટ પણ આપે છે. સાથે જ યુઝર્સને કોલ વેઈટિંગની પણ માહિતી આપે છે. આ એપની મદદથી યુઝર્સ ડાયલરમાં તેના કોન્ટેક્ટ સાથે ડાયરેક્ટ ગૂગલ ડુઓ સાથે કનેક્ટ થઈ શકે છે.

એપની મજા માણવા આ સ્ટેપ્સ ફોલો કરો.

  • ગૂગલ પ્લે સ્ટોર પર Google - Caller ID & Spam Protection એપ ઈન્સ્ટોલ કરો.
  • એપને પ્રથમ વખત ઈન્સ્ટોલ કરતાં તે ડિફોલ્ટ ફોન એપની પરમિશન માગે છે.
  • તમારે આ પરમિશન આપી તેને ફોનની ડિફોલ્ટ ડાયલર એપ બનાવવાની છે.
  • એપમાં ફેવરિટ, રિસન્ટ અને કોન્ટેક્ટ્સનો ઓપ્શન જોવા મળશે.
  • ટોપ રાઈટમાં સેટિંગ્સ ઓપ્શનમાં જઈ તમે કોલર ID પર જઈ તેને ઓન કરો.