તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Now Facebook Will Advise The User To Read The Article Once Before Sharing It, The Company Started Testing The New Feature

ન્યૂ ફીચર:હવે ફેસબુક યુઝરને આર્ટિકલ શેર કરતાં પહેલાં એક વાર તેને વાંચવાની સલાહ આપશે, કંપનીએ નવાં ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક યુઝરને મેસેજ કરી શેર કરતાં પહેલાં આર્ટિકલ વાંચવાની સલાહ આપશે
  • આ ફીચરની મદદથી ફેક ન્યૂઝ પર બ્રેક લગાવી શકાશે
  • કંપનીએ કેટલાક યુઝર્સ પર આ નવું ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું

ફેસબુક એક નવું ફીચર્સ લોન્ચ કરવા જઈ રહી છે. આ ફીચર યુઝરને કોઈ પણ આર્ટિકલ શેર કરતાં પહેલાં ચોક્કસાઈ માટે મેસેજ આપશે. આ ફીચરની મદદથી કંપની યુઝર્સને એક વખત આર્ટિકલ વાંચવા માટે એક મેસેજ આપશે. આ મેસેજમાં લખ્યું હશે કે યુઝર આ આર્ટિકલ વાંચ્યા વગર તેને શેર કરી રહ્યા છે. આમ કરવાથી સત્યતા અધૂરી રહી શકે છે. આ મેસેજ બાદ કંપની યુઝરને આર્ટિકલ ઓપન કરવાના ઓપ્શન પણ આપશે. આ નવાં ફીચર વિશે ફેસબુક ન્યૂઝરૂમે ટ્વીટ કરી માહિતી આપી છે.

આ મેસેજથી કંપની યુઝરને 2 ઓપ્શન આપશે. ઓપન આર્ટિકલ અને કન્ટિન્યૂ શેરિંગ. આ ફીચર લોન્ચ કરવા પાછળ ફેસબુકનો હેતુ ફેક ન્યૂઝ પર રોક લગાવવાનો છે. આ ફીચરની મદદથી યુઝર આર્ટિકલ પ્રત્યે જાગૃત થઈ નિર્ણય લઈ શકશે. હાલ કંપનીએ તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ટૂંક સમયમાં તે ગ્લોબલી લોન્ચ થશે.

ફેસબુકનું 'વેક્સિન ફાઈન્ડર ટૂલ'
દેશમાં વેક્સિનેશન કાર્યને વેગ આપવા અને યુઝર્સને સુવિધા મળી રહે તે માટે ટેક જાયન્ટ ફેસબુકે 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ટૂલ ફેસબુકની એપમાં લોન્ચ કરવામાં આવશે. ટૂલની મદદથી યુઝર્સ તેમનાં લોકેશનની નજદીક ક્યાં વેક્સિન અવેલેબલ છે તે જાણી શકશે.

કંપની આ ટૂલ સરકાર સાથે પાર્ટનશિપ કરીને લોન્ચ કરશે. આ ટૂલ 17 ભાષાઓ સપોર્ટ કરશે. ટૂલની મદદથી યુઝર્સ નજદીકના વેક્સિનેશન પ્લેટફોર્મની માહિતી મેળવી શકશે. આ ટૂલમાં હેલ્થ મિનિસ્ટ્રીના ડેટાબેઝનો ઉપયોગ થશે. તેમાં વેક્સિન સેન્ટરનાં લોકેશન અને વેક્સિન માટે કયા સ્લોટ ખાલી છે તેની માહિતી પણ મળશે.

ફેસબુકનું આ ટૂલ એટલું એડવાન્સ હશે કે તેમાં 45+ના યુઝર્સને વોક ઈનના ઓપ્શન પણ જણાવશે. સાથે જ તે Co-Win પોર્ટલ સાથે રજિસ્ટર્ડ હશે. તેથી યુઝર ફેસબુક પરથી જ વેક્સિન લેવા માટે અપોઈન્ટમેન્ટ બુક કરાવી શકશે.

ટ્વિટરે પણ યુઝર વોર્નિંગ ટૂલનું ટેસ્ટિંગ શરૂ કર્યું
ટ્વિટરે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા પર યુઝરને અલર્ટ મળે તેવા ફીચર પર કામ શરૂ કર્યું છે. યુઝર ટ્વીટ કરે તે પહેલાં તેમને અલર્ટ મળશે કે તેમના ટ્વીટમાં કોઈની લાગણી દુભાય તેવા શબ્દો સામેલ છે તો પણ તેઓ ટ્વીટ કરવા માગશે કે ટ્વીટ રિવાઈઝ કરવા માગશે.

ઉલ્લેખનીય છે કે, સેલેબ્સને ટ્રોલ કરવાના હોય કે પછી રાજકીય પક્ષોના શાબ્દિક યુદ્ધ ટ્વિટર હંમેશા તેનું પ્લેટફોર્મ બન્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ પર બ્રેક લાદવા માટે હવે કંપની નવાં ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરથી કંપની આપમેળે અપમાનજનક શબ્દોને ઓળખી યુઝર્સને અલર્ટ આપશે.