કોલરની ઓળખ માટે સરકારની પહેલ:હવે ટ્રુ કોલર વિના પણ કોલરનું નામ દેખાશે, TRAI લાવશે નવું ફિચર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હવે તમને ટ્રુ કોલર એપ્લિકેશનની મદદ વિના પણ અજાણ્યા નંબરથી આવેલા કોલ અંગેની માહિતી મળી જશે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ એક એવી જ વ્યવસ્થા પર કામ કરી રહી છે, જેના દ્વારા કોઈપણ વ્યક્તિના નામની જાણકારી તેના સિમ પર કરવામાં આવેલા KYC પરથી જાણી શકાશે. અત્યારે જો તમને કોઈ કોલ કરે તો સ્ક્રીન પર માત્ર તેનો નંબર જ જોવા મળે છે, પરંતુ ટ્રાઇના આ ફ્રેમવર્કને ફાઇનલ કર્યા બાદ તમને ફોન પર યુઝરનું KYC નામ પણ જોવા મળશે. આ મિકેનિઝમ બાદ જ્યારે પણ કોઈ તમને ફોન કરશે તો તેનું નામ સ્ક્રીન પર ફ્લેશ થઇ જશે.

થોડા મહિનામાં કામ શરૂ થઈ જશે
આ સુવિધા મોટાભાગે ટ્રુ કોલરની જેમ જ કામ કરશે. દૂરસંચાર વિભાગે પણ ટ્રાઇને તેના પર કામ શરૂ કરવા માટે કહ્યું છે. ટ્રાઇના ચેરમેન પી.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે, આગામી કેટલાક મહિનામાં આ અંગે પરામર્શ શરૂ થઇ શકે છે. અમને હમણાં જ આ અંગે રેફરલ મળ્યો છે અને અમે ટૂંક સમયમાં કામ કરવાનું શરૂ કરીશું. ટ્રાઈ પહેલેથી જ આ પ્રકારની મિકેનિઝમ પર વિચાર કરી રહી હતી, પરંતુ દૂરસંચાર વિભાગ તરફથી રેફરલને કારણે તેના પર ટૂંક સમયમાં કામ શરૂ થઇ જશે.

યુઝર્સ ફેક કોલથી બચી શકશે
પી.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ફીચર આવ્યા બાદ યુઝર્સ ફેક કોલથી બચી શકશે. રિપોર્ટ મુજબ ફ્રેમવર્ક પૂર્ણ થયા બાદ આ ફિચરને લઇને વધુ વાતો ક્લિયર થઇ જશે. તમને જણાવી દઈએ કે, ટ્રુ કોલર જેવી કોલિંગ એપ્સ આવા ફીચર્સ આપે છે, પરંતુ તેમાં યૂઝર્સના KYCના આધારે નામ નથી દેખાતા. જાણકારોના મતે આ ફીચરના આવવાથી સ્પામ અને ફ્રોડ કોલના વધતાં જતાં કેસ ઘટી જશે.