તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Now Emoji Reactions Can Be Given On WhatsApp Messages Just Like Facebook, The Company Has Started Testing The New Feature

અપકમિંગ ફીચર:હવે ફેસબુકની જેમ વ્હોટ્સએપ મેસેજ પર પણ ઈમોજી રિએક્શન આપી શકાશે, કંપનીએ નવાં ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્સનલ ચેટ અને ગ્રુપ બંને માટે આ ફીચર લોન્ચ થશે
  • iOS બીટા પર ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ ગ્લોબલી આ ફીચર લોન્ચ થશે

ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ હવે વ્હોટ્સએપ પર પણ હવે મેસેજ પર રિએક્શન આપી શકાશે. યુઝર મેસેજ પર ટેપ અને હોલ્ડ કરી પર મેસેજ પર ઈમોજી રિએક્શન આપી શકશે.

વ્હોટ્સએપના ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ આ ફીચરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. વ્હોટ્સએપની પેરેન્ટ કંપનીની એપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની જેમ વ્હોટ્સએપમાં પણ મેસેજની નીચે રિએક્શન જોવા મળશે. આ ફીચર પર્સનલ ચેટ અને ગ્રુપ બંને માટે લોન્ચ થશે. અર્થાત ગ્રુપમાં કોઈ એક મેમ્બરના મેસેજ પર અન્ય ગ્રુપ મેમ્બર રિએક્ટ કરી શકશે. કયા મેમ્બરે કેવું રિએક્શન આપ્યું તે ગ્રુપના તમામ મેમ્બર્સ જોઈ શકશે.

હાલ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં

આ ફીચરનાં ફાઈનલ લોન્ચિંગ પહેલાં કંપની તેમાં કોઈ ફેરફાર લાવી શકે છે. હાલ આ ફીચરનું ટેસ્ટિંગ iOS ડિવાઈસ પર થઈ રહ્યું છે. બીટા ટેસ્ટિંગ સફળ થતાં iOS યુઝર્સ માટે આ ફીચર લોન્ચ થશે. ટૂંક સમયમાં કંપની એન્ડ્રોઈડ બીટા ટેસ્ટિંગ પણ શરૂ કરશે.

iOS ટુ એન્ડ્રોઈડ ચેટ માઈગ્રેશન

અત્યાર સુધી iOS ટુ એન્ડ્રોઈડ ડિવાઈસ માટે વ્હોટ્સએપ ચેટ માઈગ્રેટ કરવાની કોઈ સુવિધા નહોતી. ફાઈનલી કંપનીએ આ ફીચર ગ્લોબલી લોન્ચ કર્યું છે. જોકે આ ફીચરનો હાલ તમામ એન્ડ્રોઈડ ડિવાઈસને નહિ મળે. આ ફીચર અત્યારે માત્ર એન્ડ્રોઈડ 10 અથવા તેના પછીનાં વર્ઝન પર ચાલતા કોઇપણ સેમસંગ ડિવાઇસ પર કામ કરશે. પરંતુ આગામી સમયમાં તે તમામ એન્ડ્રોઈડ ડિવાઈસ પર સપોર્ટ કરશે.

હવે ચેટ બેકઅપ ઈન્ક્રિપ્ટેડ કરી શકાશે
વ્હોટ્સએપ અત્યાર સુધી થર્ડ પાર્ટી બેકઅપ અર્થાત ક્લાઉડ બેકઅપ માટે એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન આપતી નહોતી. વ્હોટ્સએપની મેસેજિંગ સર્વિસ સંપૂર્ણ રીતે એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે, પરંતુ ચેટ બેકઅપ ઈન્ક્રિપ્ટેડ નથી. કારણ કે, વ્હોટ્સએપ પોતે બેકઅપની સુવિધા આપતી નથી બલકે વ્હોટ્સએપ ચેટનુ બેકઅપ ગૂગલ અકાઉન્ટ અથવા એપલ ક્લાઉડ પર હોય છે.

WABetaInfoના રિપોર્ટ પ્રમાણે, વ્હોટ્સએપ હવે એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે કે જેની મદદથી વ્હોટ્સએપ યુઝર્સ પર્સનલી પોતાનું ચેટ બેકઅપ ઈન્ક્રિપ્ટ કરી શકશે. આ નવું ફીચર હાલ વ્હોટ્સએપના એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.21.15.5 પર છે.