19મી ઓગસ્ટ એટલે ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’. આ દિવસ આર્ટ, ક્રાફ્ટ અને ફોટોગ્રાફીની હિસ્ટ્રી સેલિબ્રેટ કરવા માટે ઉજવવામાં આવે છે. ફોટોગ્રાફીને હોબી કે કરિયર બનાવવા માગતા લોકો માટે આ ખાસ દિવસ ગણાય છે. અત્યાર સુધી ફોટોનો હેતુ સંસ્મરણો સાચવી રાખવાનો હતો, પરંતુ હવે સોશિયલ મીડિયાના જમાનામાં તે પૅશન અને કરિયરનું પણ માધ્યમ બન્યું છે. પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે લોકોની એવી છાપ હોય કે હજારો-લાખો રૂપિયાના મોંઘેરા DSLR ખરીદીએ તો જ સારા ફોટા પડે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જ કામ તેના કરતાં ક્યાંય ઓછી કિંમતના સ્માર્ટફોનથી પણ શઈ શકે છે. સ્માર્ટફોનથી જ કેવી રીતે DSLR જેવી પ્રોફેશનલ ફોટોગ્રાફી કરી શકાય તેની ટેક્નિકલ ટ્રિક્સ અને ટિપ્સ જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ અમદાવાદની IPE (ઈન્સ્ટિટ્યુટ ફોર ફોટોગ્રાફી એક્સલન્સ ઈન્ડિયા)ના કોર્સ ડાયરેક્ટર પી. ભાર્ગવનો સંપર્ક કર્યો. તેમનું કહેવું છે કે DSLR સ્માર્ટફોનની સરખામણીએ મોંઘા હોય છે સાથે જ તેની સાચવણી અને તેનો ઉપયોગ પણ સ્માર્ટફોન કરતાં જરાક અઘરો થઈ જાય છે. પહેલાં સ્માર્ટફોનની પોતાની એક મર્યાદા હતી. હવે DSLR કેમેરાનાં તમામ ફીચર્સ સ્માર્ટફોનમાં મળવા લાગ્યા છે. તેથી તમારા હાથમાં રહેલા સ્માર્ટફોનથી DSLR જેવી ફોટોગ્રાફી હવે શક્ય બની છે. પર્ફેક્ટ ફોટોગ્રાફી માટે 3 વસ્તુ મહત્ત્વની છે: લાઈટ, કલર અને ફોકસ. આ સાથે જ તેમણે સ્માર્ટફોન ફોટોગ્રાફીનું સાયન્સ અને મેથ્સ નિરાંતે શૅર કર્યું. આવો તેને શૅરેબલ ગ્રાફિક્સ દ્વારા વિસ્તારથી સમજીએ...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.