તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ ફીચર:હવે તમામ યુઝર્સ માટે એક જ પેજ પર ચેટ, રૂમ્સ અને મીટની ટેબ્સ એક્ટિવ થઈ, આ સ્ટેપ્સ ફોલો કરી તેને એક્ટિવ કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુઝરને મલ્ટિપલ ટેબ ઓપન ન કરવી પડે તે માટે એક જ પેજ પર 4 વિન્ડો મળશે
  • તેને લાભ હાલ માત્ર એન્ડ્રોઈડ અને વેબ યુઝર્સને જ મળશે

Gmailમાં હવે ચેટ અને રૂમ્સની ટેબ તમામ યુઝર્સ માટે અવેલેબલ થયું છે. અત્યાર સુધી તે માત્ર એન્ટપ્રાઈઝ યુઝર માટે અવેલેબલ હતી. હવે પર્સનલ અકાઉન્ટ હોલ્ડર પણ તેનો ઉપયોગ કરી શકે છે.

અત્યાર સુધી યુઝરે રૂમ્સ અને ચેટના ઈઝી એક્સેસ માટે નવી ટેબમાં કામ કરવું પડતું હતું. યુઝરને મલ્ટિપલ ટેબ ઓપન ન કરવી પડે તે માટે એક જ પેજ પર તેની વિન્ડો આપી છે. જોકે હાલ તેનો ઉપયોગ એન્ડ્રોઈડ અને વેબ યુઝર્સ કરી શકશે. iOS યુઝર્સ માટે તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

નવાં ઈન્ટિગ્રેશનમાં યુઝર્સને હવે મેલ, ચેટ, મીટ અને રૂમ્સ ઓપ્શન મળશે. આ નાની વિન્ડોને યુઝર સ્ક્રોલ અપ અને ડાઉન કરી શકશે. આ પહેલાંની વિન્ડોમાં યુઝરને ચેટમાં જૂના મેસેજ વાંચવા માટે નવી ટેબ ઓપન કરવી પડતી હતી. રૂમ્સમાં યુઝર્સ ગ્રુપમાં ટાસ્ક અથવા ફાઈલ શેર કરી શકે છે.

નવી ટેબ્સ એક જ પેજ પર એક્ટિવ કરવા માટે આ સ્ટેપ ફોલો કરો

  • જો તમે એન્ડ્રોઈડ ફોન યુઝર્સ છો તો સૌ પ્રથમ મેઈલમાં જઈને Settingsમાં જાઓ ત્યારબાદ General ટેબમાં જઈને Chat (Early Access) પર ક્લિક કરી Try it પર ક્લિક કરો. જો તમને આવો કોઈ ઓપ્શન ન જોવા મળે તો એપ અપડેટ કરી ફરી ટ્રાય કરો.
  • વેબપેજમાં આ સુવિધાનો લાભ લેવા માટે મેઈલના Settingsમાં જઈને All settings પર ક્લિક કરો. ત્યારબાદ Chat and Meet પર ક્લિક કરી Google Chat (Early Access) ઓન કરી Save changes પર ટેપ કરો. આ સ્ટેપ્સ ફોલો કરવા પર તમને નવું ઈન્ટિગ્રેશન જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો