ગયા વર્ષે પ્રાઈવસી પોલિસી માટે વિવાદોમાં રહ્યા બાદ આ વર્ષે વ્હોટ્સએપ પ્રો લેવલનાં ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. આ વર્ષે લોન્ચ થનારા ફીચર્સની મદદથી યુઝરનો એક્સપિરિઅન્સ બદલાઈ જશે. આ વર્ષે લોન્ચ થનારા ફીચર્સ પર કંપની ઘણા સમયથી ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચર્સ કેટલા એડવાન્સ છે જાણીએ...
1. એન્ડ્રોઈડ ટુ iOS ચેટ ટ્રાન્સફર
આ વર્ષે વ્હોટ્સએપ એન્ડ્રોઈડ યુઝર્સને iOS પર ચેટ ટ્રાન્સફર કરવાનું ફીચર મળશે. અત્યાર સુધી આવી કોઈ સુવિધા મળતી નહોતી. આ ફીચરની મદદથી યુઝર નંબર બદલ્યા વગર એન્ડ્રોઈડ ડિવાઈસની ચેટ iOS ડિવાઈસ પર ટ્રાન્સફર કરી શકશે.
2. એડમિન કન્ટ્રોલ ફીચર
આ એડવાન્સ ફીચરની મદદથી એડમિન ગ્રુપમાં આવતા અન્ય મેમ્બર્સના મેસેજ ડિલીટ કરી શકશે. એડમિન ગ્રુપમાં કોઈ મેસેજ રિમૂવ કરશે તો તેની સૂચના ગ્રુપના તમામ મેમ્બરને મળશે. આ ફીચર ડિસઅપિયરિંગ ફીચર કરતાં અલગ હશે કારણ કે કોઈ ટાઈમ લિમિટ વગર એડમિન ઈચ્છે ત્યારે ગ્રુપના મેસેજ ડિલીટ કરી શકશે.
3. મેસેજ પર રિએક્શન
ફેસબુક મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામની જેમ હવે વ્હોટ્સએપમાં પણ મેસેજ પર રિએક્શન આપી શકાશે. ગ્રુપ અને પર્સનલ ચેટ માટે આ ફીચર લોન્ચ થશે. રિપોર્ટ પ્રમાણે પ્રારંભિક તબક્કે તેમાં 6 ઈમોજીના ઓપ્શન મળશે.
4. સ્ટિકર સ્ટોર
વ્હોટ્સએપ પર ઘણા બધા સ્ટિકર અવેલેબલ છે. આ સુવિધા ડેસ્કટોપ અને વેબ એપ્સ પર અવેલેબલ નથી. કંપનીએ ડેસ્કના બીટા યુઝર્સ માટે સ્ટિકર સ્ટોર ઉમેર્યું છે. ટૂંક સમયમાં તે તમામ યુઝર્સ માટે લોન્ચ થશે.
5. વ્હોટ્સએપ કમ્યુનિટી ફીચર
આ વર્ષે લોન્ચ થનારું વ્હોટ્સએપનું આ ફીચર જરાક હટ કે છે. આ ફીચરની મદદથી વ્હોટ્સએપ ગ્રુપને એક કમ્યુનિટી સાથે કનેક્ટ કરી શકાશે. રિપોર્ટ પ્રમાણે કમ્યુનિટીમાં 10 ગ્રુપ એક સાથે કનેક્ટ થઈ શકશે.
6. નિયર બાય બિઝનેસ
વ્હોટ્સએપ યુઝર્સ માટે બિઝનેસ એકદમ સરળ બનાવવા જઈ રહી છે. નવાં ફીચરથી યુઝર્સ તેની નજદીકમાં સરળતાથી બિઝનેસ સર્ચ કરી શકશે. સર્ચ ટૂલમાં 'businesses nearby' નવો ઓપ્શન ઉમેરાશે. તેમાં રેસ્ટોરાં, કરિયાણાની દુકાન, કાપડ સહિતના ઓપ્શન મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.