તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Now All The Indigenous Apps Will Be Found In One Place, Friends Have Prepared A New Platform; Learn What's Special

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર ભારત:હવે બધી સ્વદેશી એપ્સ એક જગ્યાએ મળશે, મિત્રોએ નવું પ્લેટફોર્મ તૈયાર કર્યું; જાણો શું છે ખાસ

6 મહિનો પહેલા
  • એપમાં બિઝનેસ, ઈ-લર્નિંગ, ન્યૂઝ સહિત ઘણી કેટેગરીની સ્વદેશી એપ છે
  • આત્મનિર્ભર એપને અત્યારે માત્ર એન્ડ્રોઈડ યુઝર જ ડાઉનલોડ કરી શકશે

ટિકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ ચર્ચામાં આવેલી ભારતીય શોર્ટ વીડિયો એપ મિત્રોએ આત્મનિર્ભર એપને લોન્ચ કરી દીધી. ખાસ વાત એ છે કે, આ એપમાં યુઝર વિવિધ સર્વિસ અને જરૂરિયાતના અનુસાર ભારતમાં ડેવલપ એપ્સને શોધી શકશે.

એપમાં બિઝનેસ, ઈ-લર્નિંગ, ન્યૂઝ હેલ્થ, શોપિંગ, ગેમ્સ, યુટિલિટી, એન્ટરટેઈનમેન્ટ, સોશિયલ સહિત ઘણી અન્ય કેટેગરીની સ્વદેશી એપ છે. અત્યારે આત્મનિર્ભર એપ માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસમાં કામ કરશે.

ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે

  • આત્મનિર્ભર એપ ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ છે. તે તમારા સ્થાનિક ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલી 100થી વધારે ભારતીય એપને ઓળખવામાં અને શોધવાની મંજૂરી આપે છે. તેમાં વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આત્મનિર્ભર ભારતની પહેલને સપોર્ટ કરવા માટે આત્મનિર્ભર પ્રતિજ્ઞા લેવાનો વિકલ્પ પણ છે.
  • એપમાં કોઈ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે. ડાઉનલોડ કર્યા બાદ તેમાં સીધી સ્વદેશી એપ દેખાવા લાગે છે, જેને ડાઉનલોડ કરી શકાય છે. તેમાં આરોગ્ય સેતુ, BHIM એપ, નરેન્દ્ર મોદી એપ, જિયો ટીવી, ડિજિલોકર, કાગજ સ્કેનર, IRCTC રેલ કનેક્ટ સહિત ઘણી સ્વદેશી એપ્સ સામેલ છે.

એપ સંબંધિત તમામ જાણકારી મળી જાય છે

  • લિસ્ટમાં એપની સાઈઝ, કેટલા ભારતીયોએ તેને ઈન્સ્ટોલ કરી છે તેની સંખ્યા અને એપ શું કામ કરે છે તેના વિશે સંક્ષિપ્ત જાણકારી મળે છે.
  • આત્મનિર્ભર એપની ડાઉનલોડ સાઈઝ 12MB છે. વર્તમાનમાં, પ્લેટફોર્મ 100થી વધારે એપ હોસ્ટ કરવાનો દાવો કરે છે અને આ વર્ષના અંત સુધી તેમાં કુલ 500 એપ્સ સુધી લાવવાની યોજના છે.
  • પ્લેટફોર્મ ઇ-ગવર્નન્સ, યુટિલિટી, એગ્રીકલ્ચર, ગેમિંગ, એન્ટરટેઈનમેન્ટ, લાઈફસ્ટાઈલ, ઈ-લર્નિંગ જેવી કેટેગરીથી ઘણા પ્રકારની એપ્સ હોસ્ટ કરે છે.
  • આ આત્મનિર્ભર સસ્તી, ગ્રોસિટ, જૈન થેલા, હોમ શોપી, યુઆરકોટ, વિર્ધી સ્ટોર, એક્સપ્લોર AI કીબોર્ડ, Mપરિવહન જેવી પોપ્યુલર એપ્સ પણ બતાવે છે.
  • લિસ્ટ કરવામાં આવેલી એપ્સની બાજુમાં 'ગેટ એપ'નું બટન છે, જેના પર ક્લિક કરતા જ યુઝર ડાયરેક્ટ ગુગલ પ્લે સ્ટોર પર પહોંચી જાય છે, જ્યાંથી એપને ડાઉનલોડ કરવામાં આવી શકે છે.
  • તેને iOS પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે કે નહીં તેના વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા આપી નથી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો