તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ વેરિઅન્ટ લોન્ચ:હવે 6GB રેમ ઓપ્શનમાં 'વિવો Y51A' અવેલેબલ, 128GBનું સ્ટોરેજ અને દમદાર બેટરી મળશે; જાણો કિંમત અને સ્પેસિફિકેશન

3 મહિનો પહેલા
  • ફોનમાં 5000mAhની બેટરી મળે છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે
  • ફોનમાં 48MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે

'વિવો Y51A'નું નવું વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કર્યું છે. હવે ફોન 6GB રેમના ઓપ્શનમાં અવેલેબલ છે. તેને જાન્યુઆરી 2021માં 8GB રેમ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે તેનાં સ્ટોરેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં પહેલાંની જેમ જ 128GBનું સ્ટોરેજ મળશે. સાથે તેની કિંમત ₹1000 ઘટાડવામાં આવી છે.

વિવો Y51Aની કિંમત
નવાં વેરિઅન્ટ 6GB રેમ અને 128GB સ્ટોરેજની કિંમત 16,990 રૂપિયા છે. તેને વિવો ઈન્ડિયા સ્ટોર પરથી ખરીદી શકાય છે. ફોન જૂનાં મોડેલની જેમ ક્રિસ્ટલ અને ટાઈટેનિયમ સફાયર કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. તેને બજાજ ફાયનાન્સ, IDFC, HDBથી ડાઉન પેમેન્ટમાં લઈ શકાય છે. તો વોડોફાન આઈડિયાના 819 રૂપિયાનું રિચાર્જ કરાવા પર 1 વર્ષની વોરન્ટી વધી જશે.

વિવો Y51Aનાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે

ફોનમાં ફુલ HD+ LCD ડિસ્પ્લે છે. તેની સાઈઝ 6.58 ઈંચ છે. જે આશરે ડ્રોઈંગ કમ્પાસની સ્કેલ બરાબર છે. તેનું રિઝોલ્યુશન 1080x2408 પિક્સલ છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી સજ્જ છે. તે ગેમિંગ એક્સપિરિઅન્સ વધારે છે. સાથે જ કેમેરા સેન્સરની કેપેસિટી વધારે છે. ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ Funtouch OS 11 પર રન કરે છે.

સ્ટોરેજ
ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે. તે નોર્મલ યુઝર્સ સાથે હેવી ગેમ સોફ્ટવેરનો ઉપયોગ કરનારા લોકો માટે શાનદાર ફોન છે. તેમાં PUBG, ફ્રી ફાયર જેવી ગેમ સરળતાથી રમી શકાશે. SD કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

કેમેરા

ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા, 8MPનું અલ્ટ્રા વાઈડ સેન્સર અને 2MPનું માઈક્રો સેન્સર મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો કેમેરા મળે છે.

બેટરી
વિવોના આ ફોનમાં 5000mAhની બેટરી મળે છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટી
કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લૂટૂથ 5.0, USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર છે, જે પાવર બટન પર અટેચ છે. ફોનનું વજન 188 ગ્રામ છે.