સ્માર્ટફોનનાં માર્કેટમાં આવેલી નવી કંપની નથિંગે પોતાના સોશિયલ મીડિયા પેઈજ પર એક ટીઝર રિલીઝ કર્યું. આ ટીઝર મુજબ કંપની તેના નેક્સ્ટ જનરેશન વાયરલેસ ઇયરફોન્સ ટૂંક સમયમાં જ રિલીઝ કરી શકશે. લંડન સ્થિત આ કંપની ટ્વિટર પર એકદમ એક્ટિવ છે. તાજેતરના દિવસોમાં પોતાની નવી પ્રોડક્ટનાં લોન્ચ માટે એક ટીઝર ઇમેજ અને એક વીડિયો પોસ્ટ કર્યો છે.
‘બીટલ ઈનકમિંગ’ ટીઝર રિલીઝ
નથિંગે એક ટ્વિટમાં એક જંતુનો ફોટો મૂક્યો છે અને તેને કેપ્શન આપ્યુ છે ‘લેડીબગ આઉટ, બીટલ ઇન.’ તદુપરાંત, એક વીડિયો પણ કર્યો છે. આ વીડિયોનાં કેપ્શનમાં ‘બીટલ ઈનકમિંગ’ લખવામાં આવ્યુ છે. જ્યારે વસ્તુઓને વિચિત્ર અને રહસ્યમય રીતે ટીઝર કરવાની વાત આવે છે, ત્યારે નથિંગ કંઈપણ કરી શકે છે, તેના માટે તે થ્રોબેક છે. ઇયર (1)ની અગાઉની જાહેરાતોમાં હંમેશા ડિવાઈસની બાજુમાં લેડીબર્ડ દેખાતુ.
નથિંગે વેબસાઇટ પર ‘coming soon’ની અપડેટ આપી
હવે એવું લાગે છે કે, કંપનીએ તેને ભમરા સાથે બદલી નાખ્યું છે, જેનો અર્થ એ થઈ શકે છે કે, નથિંગ ઈયર (2) નજીકનાં સમયમાં લોન્ચ કરી શકે છે. આ ઉપરાંત ભૂતકાળની પ્રોડક્ટ રિલીઝની જેમ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી જાહેરાતોની જેમ જ નથિંગે તેની પોતાની વેબસાઇટ પર પણ ‘coming soon’ની અપડેટ આપી છે.
જાન્યુઆરીમાં લીક થયો હતો નથિંગ ઇયર (2)નો ફોટો
જાન્યુઆરીનાં અંતમાં નથિંગ ઇયર (2)એ થોડું ધ્યાન ખેંચ્યું હતું કારણ કે, લીક થયેલા રેન્ડરિંગ્સ ઓનલાઇન વાઈરલ થયા હતા. અફવાઓ મુજબ સેકન્ડ જનરેશન ઈયર (2) એ ઈયર (1) કરતા વધુ અલગ નહી હોય. લીક થયેલી એક ફોટોમાં માઇક્રોફોનનું સ્થાન તેના દાંડીની નજીક નોંધપાત્ર રીતે આગળ વધ્યું હોવાનું જણાયું હતું, જે નજીવો ફેરફાર સૂચવે છે. અમુક આંતરિક ઘટકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે બાકી બધુ પોતાની મૂળ જગ્યાએ જ છે.
એન્ડ્રોઇડ ઓથોરિટીનાં જણાવ્યા પ્રમાણે ઇયર (2)માં તેના પહેલાના વર્ઝન કરતા અમુક નોંધપાત્ર સુધારો થશે. બજારનાં અમુક શ્રેષ્ઠ વાયરલેસ ઇયરબડ્સમાં એક જબરદસ્ત કન્ફિગરેશન ફંક્શન ANC પણ શામેલ છે, જે આમાંનું એક અપડેટ હોઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.