• Gujarati News
  • Utility
  • Gadgets
  • Not Everyone Will Be Able To Buy LG Rollable Smartphone; Will Be Launched By June 2021, Know How Much Will Be The Price

પ્રાઈસ લીક:દરેક વ્યક્તિ LG રોલેબલ સ્માર્ટફોન નહિ ખરીદી શકે, જૂન 2021 સુધી લોન્ચ થશે, જાણો ફોનની કિંમત અને ફીચર્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ફોનને LG રોલેબલ અથવા LG સ્લાઈડ નામથી લોન્ચ કરવામાં આવી શકે છે
  • ફોનની સ્ક્રીન અનફોલ્ડ કરવા પર તે ટેબ્લેટમાં પરિવર્તિત થશે

LG કંપની રોલેબલ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. આ સ્માર્ટફોન 2021માં જૂન મહિના સુધી લોન્ચ થઈ શકે છે. ઓફિશિયલ રિલીઝ પહેલાં ટિપ્સ્ટર ટ્રોને અપકમિંગ ડિવાઈસની કિંમત અને સ્પેસિફિકેશન સહિત ઘણી ડિટેલ શેર કરી છે. રિપોર્ટ્સ મુજબ, LG રોલેબલ ડિસ્પ્લે ફોનને LG રોલેબલ અથવા LG સ્લાઈડ કહેવામાં આવશે અને આગામી વર્ષે જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. હાઈલાઈટ એક રોલિંગ ડિસ્પ્લે હશે જે સ્ક્રીનના એક્સટેન્ડેડ થવા પર ટેબ્લેટમાં પરિવર્તિત થઈ જશે.

LG રોલેબલ: ફોનનાં સંભવિત સ્પેસિફિકેશન

  • લીક થયેલાં સ્પેસિફિકેશન અનુસાર, LG રોલેબલમાં 7.4 ઈંચની રોલેબલ ડિસ્પ્લે હોઈ શકે છે, જેમાં 2428×1080 પિક્સલ અને ફોન મોડમાં 20: 9 આસ્પેક્ટ રેશિયો હોઈ શકે છે.
  • આ સિવાય, ડિવાઈસમાં 16: 9 આસ્પેક્ટ રેશિયો અને 2428x1366 પિક્સલ રિઝોલ્યુશનવાળો એક વીડિયો મોડ પણ મળશે.
  • ફોનના પ્રોડક્ટિવિટી મોડમાં, LG રોલેબલમાં 3:2 આસ્પેક્ટ રેશિયો સાથે 2428x1600 પિક્સલ રિઝોલ્યુશન હશે.

LG રોલેબલ: આટલી કિંમત હોઈ શકે છે
આ સિવાય ફોન ક્વૉલકોમના ફ્લેગશિપ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. જે 16GB રેમ અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજ સાથે આવશે. સ્માર્ટફોનમાં 4,200mAhની બેટરી મળશે.
કિંમતની વાત કરીએ તો આ પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમત $2,359 આશરે 1.73 લાખ રૂપિયા હોઈ શકે છે. જોકે કંપનીએ ફોનની કિંમત વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

LG રેન્બોની ડિટેલ સામે આવી

  • ટિપ્સ્ટરે LG રેન્બોની ડિટેલ પણ લીક કરી છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર મળી શકે છે. આ ડિવાઈસ 90Hz અથવા 120Hz રિફ્રેશ રેટ સાથે OLED Motion Pro સ્ક્રીન સપોર્ટ કરશે. આ સિવાય LG રેન્બોમાં LG વેલ્વેટ સ્માર્ટફોન જેવી જ ડિઝાઈન મળી શકે છે.
  • LG વેલ્વેટને ભારતમાં આ વર્ષે 36,990 રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. ડ્યુઅલ સ્ક્રીન કોમ્બો સાથે તેને 49,990 રૂપિયામાં સેટ કરવામાં આવ્યો હતો. તેમાં HDR 10 સપોર્ટ સાથે વોટર ડ્રોપ નોચ સાથે કર્વ્ડ સિનેમા ફુલ વિઝન ડિસ્પ્લે મળે છે. તેમાં 48MPનો પ્રાઈમરી કેમેરા અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર મળે છે.