• Gujarati News
 • Utility
 • Gadgets
 • 'Nord 2 5G' Blast In Lawyer's Gown Sitting In Court Chamber, Recognize These Signs And Save Phone Battery From Blast

વનપ્લસના પ્રીમિયમ ફોનમાં ફરી બ્લાસ્ટ:કોર્ટ ચેમ્બરમાં બેઠેલા વકીલના ગાઉનમાં બ્લાસ્ટ થયો 'નોર્ડ 2 5G', આ સંકેતો ઓળખી ફોનની બેટરી બ્લાસ્ટ થતાં બચાવો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગૌરવ નામના વકીલે સોશિયલ મીડિયા પર બ્લાસ્ટ થયેલા ફોનનો ફોટો શેર કર્યો
 • 1 મહિના પહેલાં ફોન બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી હતી
 • વનપ્લસના આ પ્રીમિયમ ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા

પ્રીમિયમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન મેકર વનપ્લસનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન 'નવપ્લસ નોર્ડ 2' બ્લાસ્ટ થયો છે. સોશિયલ મીડિયા પર ગૌરવ ગુલાટી નામના વકીલે તેના ગાઉનમાં આ બ્લાસ્ટ થયો હોવાની તેણે વાત કરી છે. ગૌરવે જણાવ્યું કે, કોર્ટ ચેમ્બરમાં તેના ગાઉનમાં આ ફોન ફાટ્યો હતો. ફોન એ હદે બ્લાસ્ટ થયો કે તેમાં આગ લગી ગઈ.

મહિના પહેલાં પણ આ જ રીતે એક સોશિયલ મીડિયા યુઝરે 'વનપ્લસ નોર્ડ 2'માં બ્લાસ્ટ થયો હોવાની વાત શેર કરી હતી. આ ફોન 5 દિવસ પહેલાં લીધો હતો. યુઝરની પત્ની સાઈકલિંગ કરી રહી હતી ત્યારે ફોન બ્લાસ્ટ થયો હતો.

ફોનમાંથી ધૂમાડો નીકળતો હતો
એડવોકેટ ગૌરવે જણાવ્યું કે, 8 સપ્ટેમ્બરે તો પોતાના કોર્ટ ચેમ્બરમાં બેસ્યો હતો. અચાનક તેના ગાઉનના ખિસ્સાંમાં તેને ગરમાવો મહેસૂસ થયો. તેણે ખિસ્સાંમાંથી ફોન બહાર કાઢીને જોયું તો ફોનમાંથી ધૂમાડો નીકળતો હતો. આ જોઈ તેણે તરત ફોન ફેંકી દીધો ત્યારબાદ ફોન બ્લાસ્ટ થયો હતો.

વનપ્લસની સ્પષ્ટતા
આ મામલે કંપનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, કેટલાક દિવસ પહેલાં એક વ્યક્તિએ ટ્વિટર પર વનપ્લસ નોર્ડ 2 5Gમાં કથિત રીતે વિસ્ફોટ વિશે માહિતી આપી. અમારી ટીમે તરત આ વ્યક્તિના દાવાની સત્યતા ચકાસવા માટે પહોંચી છે. આ દાવાને અમે ગંભીરતાથી લીધો છે.

વનપ્લસ નોર્ડ 2નાં સ્પેસિફિકેશન

 • સ્માર્ટફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 સાથે ઓક્સિજન OS 11.3 પર રન કરે છે. તેમાં 6.43 ઈંચની FHD+ ડિસ્પલે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,400 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 1200 AI પ્રોસેસર સાથે 12GBની રેમ મળે છે. ફોનમાં 256GBનું UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.
 • ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 50MPનો સોની IMX766 પ્રાઈમરી લેન્સ, 8MPનો અલ્ટ્રાવાઈડ સેકન્ડરી લેન્સ અને 2MPનું મોનોકોર્મ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો સોની IMX615 ફ્રન્ટ કેમેરા છે. ફ્રન્ટ કેમેરા ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન સાથે આવે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi 6, બ્લુટૂથ v5.2, GPS/ A-GPS/ NavIC, NFC, USB Type-C સહિતના ઓપ્શન છે. તેમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ, ઝાયરોસ્કોપ અને એક પ્રોક્સિમિટી સેન્સર મળે છે.
 • સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. તેમાં 4,500mAhની બેટરી મળે છે, તે 65 વૉટ વૉર્પ ચાર્જ સપોર્ટ કરે છે. 30 મિનિટમાં તે ફુલ ચાર્જ થઈ જાય છે.

મોબાઈલની બેટરી આ કારણે બ્લાસ્ટ થઈ શકે છે
વનપ્લસ નોર્ડ 2 5Gની બેટરી શા માટે ફાટી તેનું કારણ સામે આવ્યું નથી, મુંબઈના IT એક્સપર્ટ મંગલેશ એલિયા જણાવે છે કે, ચાર્જિંગ સમયે મોબાઈલની આસપાસ રેડિએશન હાઈ રહે છે. આ કારણે બેટરી ગરમ થઈ જાય છે. તેથી તે ચાર્જિંગ સમયે મોબાઈલ પર વાત કરતાં સમયે બ્લાસ્ટ થઈ શકે છે. ઘણી વખત યુઝર્સની ભૂલોને કારણે પણ બેટરી ઓવરહિટ થઈ બ્લાસ્ટ થાય છે. બેટરીના સેલ ડેડ થતાં રહે છે જે ફોનની અંદર કેમિકલ ચેન્જિસ થવા પર બ્લાસ્ટ થઈ શકે છે.

ફોનની બેટરી બ્લાસ્ટ થતાં પહેલાં 3 સંકેત મળે છે

 • ફોનની સ્ક્રીન બ્લર થઈ જવી અથવા સ્ક્રીનમાં ડાર્કનેસ થવી.
 • ફોન વારંવાર હેન્ગ થવો અથવા સ્લો પ્રોસેસિંગ થવું.
 • વાત કરતાં સમયે ફોન સામાન્ય કરતાં વધારે ગરમ થવો.

આ 9 ભૂલો ન કરો

 • ફેક ચાર્જર, ફેક બેટરીનો ઉપયોગ ન કરો. જે બ્રાન્ડનો ફોન યુઝ કરો છો તેનું જ ચાર્જર વાપરો.
 • પાણીમાં ફોન પલળી જાય તો તેને ચાર્જ ન કરો. ફોન ચાર્જિંગમાં હોય તો તેનો ઉપયોગ ન કરો.
 • બેટરી ડેમેજ થાય તો તરત તેને એક્સચેન્જ કરાવો.
 • મોબાઈલ 100% ચાર્જ ન કરો. આમ કરવાથી બેટરી ખરાબ થવાનું જોખમ રહે છે.
 • મોબાઈલની બેટરી 80%થી 85% સુધી ચાર્જ કરવું યોગ્ય મનાય છે.
 • આખી રાત મોબાઈલ ચાર્જમાં ન રાખો. તેની અસર મોબાઈલનાં પર્ફોર્મન્સ પર પડે છે.
 • મોબાઈલને કોઈ ગરમ જગ્યાએ ચાર્જ કરવા પર બેટરી જલ્દી ગરમ થઈ જાય છે.
 • આવું વારંવાર કરવાથી મોબાઈલ ખરાબ થઈ શકે છે.

આ વાતોનું ધ્યાન રાખો

 • ફોન ચાર્જિંગ પર લગાવી મ્યુઝિક સાંભળવા અથવા યુઝ કરવા પર દુર્ઘટનાના કેસ સામે આવે છે. ઘણા કેસમાં યુઝરનું મૃત્યુ પણ થાય છે. તેથી ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ ન કરો.
 • ક્યારેય પણ સ્માર્ટફોન પોતાની પાસે રાખી ન સૂવો. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે મોબાઈલ ડિવાઈસ નજદીક રાખી સૂવાથી બ્રેન સિગ્નલમાં અવરોધ પહોંચે છે જેથી સારી ઊંઘ નથી આવતી.
 • જ્યાં ગરમી વધારે હોય જેમ કે કારનું ડેશબોર્ડ અથવા જે જગ્યાએ ડાયરેક્ટ સૂર્યના કિરણો આવતાં હોય તે જગ્યાએ મોબાઈલ ચાર્જ ન કરો. તેનાથી તાપમાન વધી જવાથી બેટરી બ્લાસ્ટ થઈ શકે છે.
 • ઘણી વખત લોકો ઓશિકા નીચે ફોન ચાર્જ પર લગાવી રાખે છે તેનાથી પણ હિટિંગ પ્રોબ્લેમ થાય છે. આવા કેસમાં આગ લાગવાનો ભય રહે છે.
 • બને ત્યાં સુધી સ્માર્ટફોનને પાવર સ્ટ્રિપ એક્સટેન્શન બોર્ડથી ચાર્જ ન કરો.
 • ચાર્જ કરતાં સમયે મોબાઈલ કવર અલગ કરો.
અન્ય સમાચારો પણ છે...