નોન સ્માર્ટ ટીવી પર નેટફ્લિક્સની મજા:કાસ્ટિંગ ફીચરની મદદથી તમે ટીવી પર તમારી મનપસંદ વેબ સિરીઝ જોઈ શકશો, ગેમિંગનો પણ એક્સપિરિઅન્સ લઈ શકાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઘરમાં સ્માર્ટ ટીવી હોવું એ હવે સામાન્ય વાત બની છે, પરંતુ હજુ પણ કેટલાક ઘરોમાં તેની સુવિધા નથી. તેવામાં આવા યુઝર્સ ટીવી પર નેટફ્લિક્સની મજા માણી શકતા નથી. લોકો ઘરમાં સતત એન્ટરટેઈનમેન્ટના ગેજેટને અપગ્રેડ કરી રહ્યા છે. OTT પ્લેટફોર્મને લીધે સ્માર્ટ ટીવીનો ઉપયોગ વધ્યો છે, પરંતુ આજે અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યા છે જેનાથી તમે તમારા નોન સ્માર્ટ ટીવી પર પણ નેટફ્લિક્સની મજા માણી શકશો.

નેટફ્લિક્સમાં કાસ્ટિંગ ફીચર હોય છે. તેની મદદથી નેટફ્લિક્સને નોન સ્માર્ટ ટીવી પર જોઈ શકાય છે. સ્માર્ટફોનનાં માધ્યમથી ટીવી પર સ્ક્રીન કાસ્ટ કરી પોતાનો મનપસંદ શૉ કે મૂવી જોઈ શકાય છે. સાથે જ ફાસ્ટ ફોરવર્ડ, રિવાઈન્ડ, પૉઝ, ઓડિયો અને સબ ટાઈટલના સેટિંગને મોબાઈલમાંથી બદલી શકાય છે.

કાસ્ટિંગ કરવાની પ્રોસેસ

 • નેટફ્લિક્સ એપ પર સાઈન ઈન કરો.
 • મોબાઈલ પર નેટફ્લિક્સ લોન્ચ કરો.
 • સાઈન ઈન કર્યા બાદ સ્ક્રીનના ટોપ રાઈટ કોર્નર પર 'કાસ્ટ' આઈકોન સિલેક્ટ કરો.
 • એ ડિવાઈસ સિલેક્ટ કરો જેમાં કાસ્ટ કરવાનું હોય.
 • જે ફિલ્મ કે સિરિઝ પસંદ હોય તેને સિલેક્ટ કરો.

ટીવી વાઈફાઈ કે ઈન્ટરનેટ ભલે ન સપોર્ટ કરતું હોય પરંતુ તમારું ટીવી કાસ્ટ સિસ્ટમ સપોર્ટ કરે તે જરૂરી છે. તેના માટે ટીવીમાં અલગથી કોઈ હાર્ડવેર ઈન્સ્ટોલ કરવાની જરૂરિયાત રહેતી નથી. કાસ્ટ ફીચરથી ગેમ પણ રમી શકાય છે. સોની પ્લે સ્ટેશન 4, સોની પ્લે સ્ટેશન 5, X બોક્સ વન જેવી ગેમ્સનો એક્સપિરિઅન્સ તમે મેળવી શકો છો. સાથે જ ડોંગલ કનેક્ટ કરી એમેઝોન ફાયર સ્ટિક, ગૂગલ ક્રોમ કાસ્ટ અથવા એરટેલ એક્સ્ટ્રીમ સ્ટિક અને જિયો ફાઈબર સેટ ટોપ બોક્સ એક્સેસ કરી શકો છો.

સ્માર્ટ ટીવીમાં નેટફ્લિક્સનો ઉપયોગ
મોટા ભાગના સ્માર્ટ ટીવીમાં નેટફ્લિક્સ ઈન બિલ્ટ હોય છે. જો આવું ન હોય તો તમે એપ સ્ટોર પરથી સરળતાથી તેને ડાઉનલોડ કરી શકો છો. જોકે સ્માર્ટ ટીવીના રિમોટમાં ડાયરેક્ટ નેટફ્લિકસ ઓપન કરવા માટે ડેડિકેટેડ બટન હોય છે. તેનાથી એક જ ક્લિકમાં એપ ઓપન થઈ જાય છે.

સ્માર્ટ ટીવીમાં નેટફ્લિક્સ ઓપન કરવાની પ્રોસેસ

 • સ્માર્ટ ટીવીને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરો.
 • નેટફ્લિક્સને રિમોટના ડેડિકેટેડ બટનથી લોન્ચ કરો અથવા મેન્યુઅલી મેન્યુમાં જઈ ઓપન કરો.
 • ઓન સ્ક્રીન કી બોર્ડની મદદથી અકાઉન્ટમાં સાઈન ઈન કરો.
 • ટીવી રિમોટના એરો નિશાનવાળા બટનની મદદથી ફિલ્મ અને સિરીઝ ફાઈન્ડ કરી શકો છો.
 • પ્લે કરવા માટે સિલેક્ટ અથવા એન્ટર પ્રેસ કરો.
અન્ય સમાચારો પણ છે...