તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Nokia's New Product True Wireless Stereo Is Set To Launch In India On April 5 And Can Be Used In Rain, Crowd Spots And Gaming.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ:નોકિયાની નવી પ્રોડક્ટ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો 5 એપ્રિલે ભારતમાં લોન્ચ થઈ શકે છે, વરસાદ, ક્રાઉડ સ્પોટ અને ગેમિંગમાં તેનો ઉપયોગ કરી શકાશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિનલેન્ડની કંપની નોકિયા ભારતમાં તેની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની 5 એપ્રિલે ફ્લિપકાર્ટ પર એક નવી ઓડિયો પ્રોડક્ટ લોન્ચ કરશે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરના નોકિયા ઓડિયો સ્ટોરના જણાવ્યા મુજબ, ઓડિયો ડિવાઇસ પ્યોર સાઉન્ડ આપવા માટે બનાવવામાં આવી છે. તેમાં એવી હિંટ પણ આપવામાં આવી છે કે, તમે પ્રોડક્ટનો ઉપયોગ વરસાદ, ક્રાઉડ સ્પોટ અને ગેમિંગમાં કરી શકશો. ટીઝર વીડિયો જોઇને એ સ્પષ્ટ થાય છે કે, કંપની ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) ઇયરફોન લોન્ચ કરી શકે છે.

નોકિયા TWSના અંદાજિત ફીચર્સ

  • નોકિયા ઓડિયો પ્રોડક્ટ 'ક્રાઉડ સ્પોટ' પર પણ ઉપયોગમાં લઈ શકાશે એવું ચર્ચાઈ રહ્યું છે. જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે તે એક્ટિવ નોઇસ કેન્સલેશન (ANC) ફીચર સાથે આવી શકે છે. અન્ય હિંટ્સમાં તેનું વર્કિંગ આઉટ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જે સેફ ફિટ હોવાનો સંકેત છે. જેથી, તે કસરત કરતી વખતે પડી ન જાય. તેમજ, આ પ્રોડક્ટ ગેમિંગ માટે ઉપયોગી હોવાનો સંકેત પણ આપવામાં આવે છે.
  • એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોકિયા ટૂંક સમયમાં ફ્લિપકાર્ટ દ્વારા ભારતમાં બ્લુટૂથ નેકબેન્ડ ઇયરફોન લોન્ચ કરશે. ઇયરફોન બ્લૂટૂથ 5.1 સપોર્ટ અને ક્વાલકોમની aptX HD ઓડિયો ટેક્નિક સાથે આવશે. તે ફાસ્ટ ચાર્જિંગ થતાં હોવાની પણ હિંટ આપવામાં આવી છે. આ ડિવાઇસને 10 મિનિટ ચાર્જ કરવામાં આવે તો તે 9 કલાકનું પ્લેબેક કરે છે. તેને બ્લેક, બ્લુ અને ગોલ્ડન એમ ત્રણ કલરમાં લોન્ચ કરવામાં આવે એવી અપેક્ષા છે.
  • ફ્લિપકાર્ટ પર નોકિયા ઓડિઓ સ્ટોર માઇક્રોસાઇટના જણાવ્યા અનુસાર, નોકિયા TWS ઇયરફોનની જોડી લોન્ચ કરી શકે છે. ટીઝરમાં કેટલાક ફોટા અને વીડિયોઝ, અપકમિંગ ઓડિયો પ્રોડક્ટના ઘણાં ફીચર્સથી હિંટ મળે છે. આ સિવાય, પ્રોડક્ટમાં એક નાની ક્વિઝ છે જેનાથી સ્પષ્ટ થાય છે કે, ઇયરફોનમાં વોટર રેઝિસ્ટન્ટ માટે ફીચર IPX7 રેટિંગ હોઈ શકે છે અને વરસાદમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો