અપકમિંગ લાઈટવેટ લેપટોપ:નોકિયા ટૂંક સમયમાં લોન્ચ કરશે પ્યોરબુક X14 લેપટોપ, ફ્લિપકાર્ટે હિન્ટ આપી; માત્ર 1.1 કિલોગ્રામનું વજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લિપકાર્ટે એક ડેડિકેટેડ પેજ રિલીઝ કરી લોન્ચિંગની પુષ્ટિ કરી
  • માઈક્રોસાઈટ પ્રમાણે, લેપટોપનું બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થશે

નોકિયા પ્યોરબુક X14 ટૂંક સમયમાં પ્યોરબુક સિરીઝના પ્રથમ નોકિયા લેપટોપ તરીકે લોન્ચ થશે. ફ્લિપકાર્ટ પર લેપટોપનાં લોન્ચિંગ વિશે એક ડેડિકેટેડ પેજ લોન્ચ થયું છે. ઓનલાઈન માર્કેટ પ્લેસે એક ફોટો અને કેટલાક સ્પેસિફિકેશન સાથે નવા નોકિયા લેપટોપને ટીઝ કર્યું છે. ફ્લિપકાર્ટ દ્વારા ગયા અઠવાડિયે તેની હિન્ટ અપાઈ હતી. BIS વેબસાઈટ પર એક લિસ્ટિંગે દેશમાં અનેક નોકિયા લેપટોપ લોન્ચિંગની હિન્ટ આપી હતી.

ફ્લિપકાર્ટ પર અપડેટેડ માઈક્રોસોફ્ટમાં નોકિયા પ્યોરબુક X14નું બ્લેક કલર વેરિઅન્ટ જોવા મળે છે. આ નોટબુક ફૂલ સાઈઝ, ચિકલેટ સ્ટાઈલ કીબોર્ડ અને મલ્ટિ ટચથી સજ્જ છે.

નોકિયા પ્યોરબુક X14: બેઝિક સ્પેસિફિકેશન
માઈક્રોસાઈટથી માલુમ પડે છે કે નોકિયા પ્યોરબુક X14નું કોઈ એક વેરિઅન્ટ ઈન્ટેલ કોર i5 પ્રોસેસર પર રન કરશે અને તેમાં ડોલ્બી એટમોસ સાથે ડોલ્બી વિઝન ટેક્નોલોજી પણ મળશે. રિપોર્ટ મુજબ લેપટોપ અલ્ટ્રાલાઈટ બિલ્ડ સાથે લોન્ચ થશે. તેનું વજન માત્ર 1.1 કિલોગ્રામ છે. USB 3.0 અને HDMI પોર્ટ પણ કનેક્ટિવિટી માટે મળશે.
ફ્લિપકાર્ટે લેપટોપની ઉપલબ્ધતા વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. લોન્ચિંગ ડેટ વિશે કંપનીએ "coming soon" ટેગ માર્યું છે.

પ્રોસેસર ઈન્ટેલ 10th જનરેશનના મળી શકે છે
નોકિયા પ્યોરબુક X14 લોન્ચ અને કિંમતની માહિતી હજુ સામે આવી નથી. તાજેતરમાં જ નોકિયા બ્રાન્ડિંગ સાથેના 9 લપેટોપને BIS સાઈટ પર સ્પોટ કરવામાં આવ્યા છે.
આ મોડેલમાંથી 5 વેરિઅન્ટમાં ઈન્ટેલ કોર i5 પ્રોસેસર હોવાનું અનુમાન છે. જ્યારે 4 વેરિઅન્ટમાં ઈન્ટેલ કોર i3 પ્રોસેસર મળી શકે છે. આ ઈન્ટેલના 10th જનરેશન પ્રોસેસર હોઈ શકે છે.

ફ્લિપકાર્ટ પર જ અવેલેબલ હશે
નવા લેપટોપ નોકિયા બ્રાન્ડિંગને આગળ વધારશે તો તેને થર્ડ પાર્ટી દ્વારા નિર્મિત કરવાની સંભવાના છે. તેને એક્સક્લુઝિવ ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે. ઓનલાઈન માર્કેટપ્લેસ પહેલાં જ દેશમાં નોકિયા બ્રાન્ડેડ સ્માર્ટ ટીવી વેચે છે.