લોન્ચ:નોકિયાએ બે ઈયરબડ લોન્ચ કર્યા, તેમાં 36 કલાકનો બેટરી બેકઅપ મળશે, ગૂગલ આસિસ્ટન્ટ અને સિરી સપોર્ટ કરશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકિયા લાઈટ ઈયરબડ BH-205 અને વાયર બડ્સ WB 101 લોન્ચ

HMD ગ્લોબલ ભારતમાં બે નવા ઈયરફોન નોકિયા લાઈટ ઈયરબડ BH-205 અને વાયર બડ્સ WB 101 લોન્ચ કર્યા છે. તેમાં એક વાયરલેસ અને વાયરવાળા ઈયરફોન છે. નોકિયા લાઈટ ઈયરબડ BH-205ની વાત કરીએ તો તેમાં યુઝર્સને પાવરફૂલ બેટરીથી લઈને ગૂગલ આસિસ્ટન્ટ અને સિરી સુધીનો સપોર્ટ મળશે. જ્યારે વાયરવાળા ઈયરફોનમાં ટેંગલ ફ્રી કેબલ અને 10mmના ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે.

નોકિયાના નવા ઈયરફોન્સની કિંમત
નોકિયાએ લાઈટ વાયરલેસ ઈયરબડ્સ BH-205ની કિંમત 2,799 રૂપિયા છે, જ્યારે નોકિયાએ વાયર બડ્સ WB 101ને માત્ર 299 રૂપિયાની કિંમત પર ખરીદી શકાશે. તેમજ બંને ઈયરફોન્સ ગ્રાહકો માટે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને અન્ય લીડિંગ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

નોકિયા લાઈટ ઈયરબડ BH-205ના સ્પેસિફિકેશન્સ
નોકિયા લાઈટ ઈયરબડ BH-205 6mm ઓડિયો ડ્રાઈવર્સની સાથે આવે છે. આ ઈયરબડ સ્ટૂડિયો ટ્યુન્ડ સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે. તેમાં LED લાઈટ આપવામાં આવી છે. તે ઉપરાંત યુઝર્સને નોકિયાના નવા ઈયરફોનમાં 40mAhની બેટરી મળશે. કંપનીએ દાવો કર્યો છે કે આ ઈયરફોનની બેટરી સિંગલ ચાર્જમાં 36 કલાકનો બેકઅપ આપશે.

આ ઈયરબડને સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ અને અન્ય બ્લૂટૂથ ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાય છે. તેમાં ગૂગલ આસિસ્ટન્ટ અને એપલ સિરીનો સપોર્ટ આપવામાં આવ્યો છે. સાથે તેમાં નોઈઝ કેન્સલેશન ફીચર પણ મળે છે.

નોકિયા વાયર બડ્સના ફીચર્સ
નોકિયાના વાયરવાળા બડ્સમાં 10mmના ડ્રાઈવર્સ છે. તેમાં સિલિકોનના ઈયર ટિપ્સ આપવામાં આવ્યા છે. આ ઈયરફોનમાં માઈક પણ મળે છે. તે ઉપરાંત યુઝર્સ ઈયરફોન દ્વારા ગૂગલ આસિસ્ટન્ટ, એલેક્સા અને એપલ સિરીને એક્ટિવેટ કરી શકાશે.