ન્યૂ લોન્ચ:2K ડિસ્પ્લે અને 8200mAhની બેટરીથી સજ્જ નોકિયાનું પ્રથમ ટેબ્લેટ 'T20' લોન્ચ થયું, જાણો તેની ખાસિયતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં ટેબ્લેટ 15 કલાકનું વેબ બ્રાઉઝિંગ આપે છે
  • ટેબ્લેટનાં ઈન્ટર્નલ સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે

HMD ગ્લોબલે ભારતીય માર્કેટમાં તેનું પ્રથમ એન્ડ્રોઈડ ટેબ્લેટ 'નોકિયા T20' લોન્ચ કર્યું છે. ટેબ્લેટમાં 2K ડિસ્પ્લે સાથે 8,200mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં તે 15 કલાકનું વેબ બ્રાઉઝિંગ આપે છે. વીડિયો એક્સપિરિઅન્સ સારો બનાવવા માટે આ ટેબ્લેટ સ્ટીરિયો સ્પીકરથી સજ્જ છે. ટેબ્લેટ પર 3 વર્ષની સિક્યોરિટી અપડેટ મળશે.

નોકિયા T20 ટેબ્લેટની કિંમત

  • ટેબ્લેટનાં 3 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેમાં 2 વાઈફાઈ વેરિઅન્ટ અને 1 સિમ વેરિઅન્ટ સામેલ છે. વાઈફાઈનાં 3GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,499 રૂપિયા અને 4GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,499 રૂપિયા છે. તેના 4G મોડેલની કિંમત 18,499 રૂપિયા છે.
  • ટેબ્લેટની ખરીદી 2 નવેમ્બરથી ઓફિશિયલ વેબસાઈટ Nokia.com પરથી કરી શકાશે. આ સાથે ટેબ્લેટ ઓફલાઈન સ્ટોર અને ફ્લિપકાર્ટ પર પણ અવેલેબલ હશે. યુરોપમાં તેના વાઈફાઈ મોડેલની પ્રારંભિક કિંમત 199 યુરો (આશરે 17,200 રૂપિયા) છે. જ્યારે ભારતમાં તેનાં બેઝિક મોડેલની કિંમત 15,499 રૂપિયા છે.

નોકિયા T20નાં સ્પેસિફિકેશન્સ

  • આ ટેબ્લેટ એન્ડ્રોઈડ 11 પર રન કરે છે. તેમાં 10.4 ઈંચ 2K ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 2,000x1,200 પિક્સલ છે. તેની બ્રાઈટનેસ 400 નિટ્સ છે. તેમાં ઓક્ટા કોર Unisoc T610 પ્રોસેસર સાથે 4GB રેમ મળે છે. સેલ્ફી માટે તેમાં 5MPનો કેમેરા અને 8MPનો રિઅર કેમેરા છે. સારી ફોટોગ્રાફી માટે તેમાં LED ફ્લેશ લાઈટ મળે છે. ટેબ્લેટમાં OZO પ્લેબેક અને સ્ટીરિયો સ્પીકર છે.
  • ટેબ્લેટનાં ઈન્ટર્નલ સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE સાથે Wi-Fi 802.11ac, બ્લુટૂથ v5.0, USB Type-C અને 3.5mmનો ઓડિયો જેક સહિતના ઓપ્શન્સ મળે છે. ટેબ્લેટમાં 8200mAhની બેટરી મળે છે. તે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.