તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપકમિંગ લેપટોપ સિરીઝ:હવે લેપટોપ સેગમેન્ટમાં એન્ટ્રી કરશે નોકિયા, સૌ પ્રથમ ભારતમાં લેપટોપ સિરીઝ લોન્ચ કરી શકે છે

7 મહિનો પહેલા
  • 9 મોડેલ્સને મળ્યું બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) સર્ટિફિકેશન
  • કંપનીએ ઓગસ્ટ 2009માં નોકિયા બુકલેટ 3G લોન્ચ કર્યું હતું

સ્માર્ટફોન અને ટીવી સેગમેન્ટ બાદ હવે નોકિયા લેપટોપ સેગમેન્ટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, નોકિયા લેપટોપ સિરીઝ પર કામ કરી રહી છે. જોકે કંપની તરફથી તેના વિશે કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી, પરંતુ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની સાઈટ પર સર્ટિફિકેશન્સમાં નોકિયાના લેપટોપની હિન્ટ મળી રહી છે. આશા છે કે આ લેપટોપને સૌ પ્રથમ ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

નોકિયાએ ઓગસ્ટ 2009માં નોકિયા બુકલેટ 3G લોન્ચ કર્યું હતું
નોકિયાએ ઓગસ્ટ 2009માં નોકિયા બુકલેટ 3G લોન્ચ સાથે ગ્લોબલી લેપટોપ માર્કેટમાં એન્ટ્રી કરી હતી. હવે નવા લેપટોપ નોકિયા બ્રાન્ડ લાયસન્સથી આવશે ફિનિશ કંપનીથી નહિ.

આશરે 9 મોડેલ્સને સર્ટિફિકેશન મળ્યું
ટિપ્સ્ટર મુકુલ શર્માએ BIS સાઈટ પર નોકિયા લેપટોપનાં લિસ્ટિંગની વાત જણાવી છે. શર્મા દ્વારા શેર કરાયેલી ડિટેલ અનુસાર, સર્ટિફિકેશન બોડી તરફથી મિનિમમ 9 મોડેલ્સને સર્ટિફિકેશન મળ્યાં છે. તેમાં NKi510UL82S, NKi510UL85S, NKi510UL165S, NKi510UL810S, NKi510UL1610S, NKi310UL4241, NKi310UL42S, NKi310UL42S, NKi310UL82S અને NKi310UL82S સામેલ છે.

26 નવેમ્બરે સર્ટિફેકેશન મળ્યું

  • NokiaMob.net દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આ મોડેલ નંબરોની શરૂઆત NKથી થઈ રહી છે, જે નોકિયા બ્રાન્ડિંગ તરફ ઈશારો કરે છે. મોડેલ નંબર પરથી વિન્ડોઝ 10ની પણ હિન્ટ મળે છે. આ પ્રોડક્ટ લેપટોપ, નોટબુક અથવા ટેબ્લેટ હોઈ શકે છે. આ સર્ટિફિકેશન 26 નવેમ્બરનું છે.
  • નોકિયા હાઉસથી શરૂઆત કરનારા નોકિયા બુકલેટ 3G વિપરિત નવાં લેપટોપના લાયસન્સમાં સુધારો કરવામાં આવશે. તે નોકિયા સ્માર્ટ ટીવી અને સ્ટ્રીમિંગ ડિવાઈસ સમાન છે, જે ભારતમાં ફ્લિપકાર્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2016થી HMD ગ્લોબલ દ્વારા નોકિયા ફોનનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.