તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Nokia G20 Smartphone With 48MP Primary Rear Camera And 5050mAh Battery Launched, Find Out Features And Specifications

ન્યૂ લોન્ચ:48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5050mAhની બેટરીથી સજ્જ 'નોકિયા G20' સ્માર્ટફોન લોન્ચ થયો, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

3 મહિનો પહેલા
 • ભારતમાં ફોનનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું
 • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા છે

નોકિયા એ તેનો G સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'નોકિયા G20' ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ઈ કોમર્સ સાઈટ એમેઝોન પર લિસ્ટ થયો છે અને તેનું પ્રિ ઓર્ડર રજિસ્ટ્રેશન પણ કંપનીએ શરૂ કર્યું છે. નોકિયાના આ નવા સ્માર્ટફોનમાં 48MPનો કેમેરા મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપનીએ ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા અટેચ કર્યો છે.

કિંમત

કંપનીએ આ સ્માર્ટફોન યુરોપમાં થોડા દિવસ પહેલાં જ લોન્ચ કર્યો હતો. યુરોપિયન વેરિઅન્ટ પ્રમાણે કંપનીએ ભારતમાં તેની કિંમત ઓછી રાખી છે. ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. ફોનનો સેલ 7 જુલાઈએ એમેઝોન અને કંપનીના ઓનલાઈન સ્ટોર પર શરૂ થશે.

નોકિયા G20નાં બેઝિક સ્પેસિફિકેશન

 • ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે.
 • નોકિયાનો આ મિડબજેટ સ્માર્ટફોન મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 64GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી તેને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
 • ફોટોગ્રાફી માટે ફોનમાં 48MP (પ્રાઈમરી સેન્સર)+5MP (અલ્ટ્રાવાઈડ કેમેરા)+2MP (મેક્રો લેન્સ)+2MP (ડેપ્થ સેન્સર)નું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • ફોન 5050mAhની બેટરીથી સજ્જ છે, જે 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.