ન્યૂ લોન્ચ:'નોકિયા C30' સ્માર્ટફોન લોન્ચ થયો, ફુલ ચાર્જમાં બેટરી 3 દિવસનું બેકઅપ આપશે; જિયો એક્સક્લુઝિવ ઓફર હેઠળ ₹1000નું ડિસ્કાઉન્ટ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે
  • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર મળે છે

HMD ગ્લોબલે C સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'નોકિયા C30' સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ભારતમાં ફોન જિયોની પાર્ટનરશિપ સાથે રજૂ કરાયો છે. એન્ટ્રી લેવલ નોકિયા C30 જિયો એક્સક્લુઝિવ પ્રોગ્રામ બેનિફિટ સાથેનો ચોથો સ્માર્ટફોન છે. ફોનમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને સિક્યોરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.

કિંમત
નોકિયા C30નાં 3GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4GB+64GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. ફોનનાં ગ્રીન અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનની ખરીદી રિટેલ સ્ટોર, ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ અને nokia.comથી કરી શકાશે.

જિયો એક્સક્લુઝિવ ઓફર પર 10%નું ડિસ્કાઉન્ટ
ફોનની ખરીદી કરતાં સમયે જિયો એક્સક્લુસિઝવ ઓફરની પસંદગી કરનારા ગ્રાહકોને 10% અથવા મેક્સિમમ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફરનો લાભ જિયો એપથી લઈ શકાશે.

નોકિયા C30નાં સ્પેસિફિકેશન્સ

  • આ ફોનમાં 6.82 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં વૉટર ડ્રોપ નૉચ ડિસ્પ્લે મળે છે. ફોનને પોલિ કાર્બોનેટ શેલ મળે છે.
  • ફોન એન્ડ્રોઈડ 11 ગો એડિશન પર રન કરે છે. ફોનમાં ઓક્ટાકોર Unisoc SC9863A SoC પ્રોસેસર છે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા મળશે. કંપનીનો દાવો છે કે C સિરીઝના આ ફોનમાં અત્યાર સુધીનો સોથી પાવરફુલ રિઝોલ્યુશન કેમેરા છે.
  • ફોનમાં 6000mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જ પર 3 દિવસનું બેકઅપ આપે છે.
  • નોકિયા C30માં 2 વર્ષનું અપડેટ મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ મળે છે.