નોકિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે:નોકિયા C22 6.5 ઇંચની ડિસ્પ્લે સાથે 2 વેરિઅન્ટમાં લોન્ચ, શરૂઆતની કિંમત 7,999

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

`એચએમડી ગ્લોબલ'ની માલિકીની કંપની નોકિયાએ લો-બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં નોકિયા C22 ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. કંપનીએ સી સિરીઝમાં લોન્ચ કરેલા આ સ્માર્ટફોનને IP52 સર્ટિફિકેશન સાથે રજૂ કર્યો છે, જે ફોનને ધૂળ અને પાણીથી સુરક્ષિત રાખે છે.

Nokia C22 ચારકોલ, પર્પલ અને સેન્ડ કલર વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. કંપનીએ સ્માર્ટફોન સાથે 2 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ આપવાનું પણ વચન આપ્યું છે. જો કે, કંપની ઓપરેટિંગ સિસ્ટમ (OS) અપડેટ્સ પ્રદાન કરશે નહીં.

Nokia C22: કિંમત અને ઉપલબ્ધતા
કંપનીએ આ સ્માર્ટફોનને બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. તેના 2GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,999 રૂપિયા છે અને 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે. નોકિયા C22 કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ખરીદદારો માટે ઉપલબ્ધ થઈ ગયું છે.

નોકિયા C22: સ્પેસિફિકેશન

  • ડિસ્પ્લેઃ નોકિયા C22માં 720x1,600 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચની LCD ડિસ્પ્લે છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે.
  • હાર્ડવેર અને સોફ્ટવેરઃ પરફોર્મન્સ માટે ફોનમાં Octacore Unisoc SC9863A પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 13 ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
  • કેમેરા: ફોટોગ્રાફી માટે ફોનમાં 13MP + 2MPનો ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે વોટર નોચ ડિઝાઈન સાથેનો 8MP કેમેરા આપવામાં આવ્યો છે.
  • બેટરી અને ચાર્જિંગઃ કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોનમાં 3 દિવસ સુધી ચાલતી બેટરી છે, જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે તેમાં કેટલી mAh બેટરી આપવામાં આવી છે.
  • કનેક્ટિવિટી અને સેફ્ટી ઓપ્શનઃ આ સ્માર્ટફોનમાં ફેસ અનલોક સાથે ફોનની પાછળની પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોનમાં બ્લૂટૂથ, વાઇ-ફાઇ અને 3.5 એમએમ જેક જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યાં છે.