ન્યૂ લોન્ચ:ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ અને 4950mAhની બેટરીથી સજ્જ 'નોકિયા C20 પ્લસ' લોન્ચ થયો, કિંમત ₹8999

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં ઓશિયન બ્લૂ અને ગ્રે કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે
  • સેલ્ફી માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે

નોકિયાએ ભારતમાં તેનો C સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'નોકિયા C20 પ્લસ' લોન્ચ કર્યો છે. આ ફોનનાં 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનને ખાસ રિલાયન્સ જિયોની પાર્ટનરશિપ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

કિંમત
નોકિયા C20 પ્લસનાં 2GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8999 રૂપિયા અને 3GB+32GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. ફોનની ખરીદી રિટેલ સ્ટોર્સ, જિયો સ્ટોર્સ, ઓનલાઈન શોપિંગ વેબસાઈટ્સ અને નોકિયાની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાય છે. ફોનનાં ઓશિયન બ્લૂ અને ગ્રે કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે.

નોકિયા C20 પ્લસનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

  • આ ફોનમાં 6.5 ઈંચ HD+ સ્ક્રીન છે. ફોન1.6GHz ઓક્ટાકોર SC9863a પ્રોસેસરથી સજ્જ છે.
  • ફોનમાં 2GBની રેમ અને 3GBની રેમના ઓપ્શન મળે છે. તેમાં 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. માઈક્રો SD કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોનમાં ફોટોગ્રાફી માટે 8MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોનનું કેમેરા સેટઅપ પોર્ટ્રેટ મોડ, HDR અને બ્યુટિફિકેશન જેવા મોડ સપોર્ટ મળે છે.
  • ફોનમાં 4950mAhની બેટરી છે. આ સિવાય માઈક્રો USB અને 3.5mm ઓડિયો જેક મળે છે.
  • ફોનમાં કનેક્ટિવિટી માટે Wi-Fi, બ્લુટૂથ 4.2, GPS/A-GPS, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર અને સીલેરોમીટર જેવાં સેન્સર મળે છે.
  • ફોનનું વજન 204.7 ગ્રામ અને ડાયમેન્શન 165.4 x 75.85 X 9.35mm છે. હેન્ડસેટ એન્ડ્રોઈડ 11 ગો એડિશન સાથે આવે છે.
  • સ્માર્ટફોનમાં 2 વર્ષ સુધી એન્ડ્રોઈડ OS જ્યારે 3 વર્ષ સુધી મંથલી સિક્યોરિટી અપડેટ મળશે.