તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:નોકિયાએ બ્લુટૂથ નેકબેન્ડ અને ટ્રુ વાયરલેસ સ્ટીરિયો લોન્ચ કર્યાં, 10 મિનિટમાં 9 કલાકનું પ્લેબેક મળશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકિયા બ્લુટૂથ હેડસેટ T200ની કિંમત 1999 રૂપિયા છે
  • બંને ઓડિયો ડિવાઈસમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.1 મળે છે

નોકિયાએ ભારતમાં બ્લુટૂથ નેકબેન્ડ અને ટ્રુ વાયરલેસ સ્ટીરિયો લોન્ચ કર્યા છે. કંપનીએ ફ્લિપકાર્ટ પર ટીઝર લોન્ચ કર્યું ત્યારે સ્પષ્ટ થયું હતું કે તે પોતાના નવા ઓડિયો ડિવાઈસ લોન્ચ કરશે. કંપનીએ બ્લુટૂથ હેડસેટનું T200 મોડેલ અને TWSનું મોડેલ નંબર ANC T3100 લોન્ચ કર્યું છે. તેને યંગ જનરેશન પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

નોકિયા ઓડિયો ડિવાઈસની કિંમત
નોકિયા બ્લુટૂથ હેડસેટ T200ની કિંમત 1999 રૂપિયા છે. તો TWS ANC T3100ની કિંમત 3999 રૂપિયા છે. બંનેનો સેલ 9 એપ્રિલથી શરૂ થશે. તેની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે.

નોકિયા હેડસેટ અને TWSનાં સ્પેસિફિકેશન

  • તેમાં ક્વૉલકોમ QCC3034 બ્લુટૂથ ઓડિયો ચિપસેટ છે. તે ક્વોલકોમ cVc ઈકો કેન્સલેશન અને નોઈઝ સપ્રેશન ટેક્નોલોજીથી સજ્જ છે. આ ટેક્નોલોજી બેકગ્રાઉન્ડ નોઈઝ અને સાઉન્ડ ઓછો કરે છે.
  • આ હેડસેટમાં ક્વોલકોમ aptX HD ઓડિયો ટેક્નોલોજી છે, તેને 24 બિટ HD બ્લુટૂથ ઓડિયો ડિલીવર માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. તે મ્યુઝિકની દરેક ડિટેલ આપે છે. તેમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.1 મળે છે.
  • હેડસેટમાં એક રેપિડ ચાર્જિંગ ફીચર છે. કંપનીનો દાવો છે કે તે 10 મિનિટમાં 9 કલાકનું પ્લેબેક ઓફર કરે છે.
  • નોકિયા ટ્રુ વાયરલેસ ANC T3100માં એક્ટિવ નોઈઝ કેન્સલેશન ફીચર મળે છે. આ ઈયરફોનમાં વૉટરપ્રૂફ IPX7 ટેક્નોલોજી મળે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તે કન્ઝ્યુમર ફ્રેન્ડલી છે.
  • ઈયરફોન સારી ઓડિયો ક્વોલિટી સાથે સ્મૂથ કોલિંગ એક્સપિરિઅન્સ પણ આપે છે. તે બ્લુટૂથ 5.1 કનેક્ટિવિટી ધરાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો