તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ:ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે ‘નોકિયા 5.4’, જાણો ફોન કયા ફીચર્સથી સજ્જ હશે

2 મહિનો પહેલા

નોકિયાનો અપકમિંગ સ્માર્ટફોન ‘નોકિયા 5.4’ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર રિલીઝ થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનનું લોન્ચિંગ 10 ફેબ્રુઆરીએ થઈ શકે છે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પર નોકિયા 3.4નું પણ ટીઝર રિલીઝ કર્યું છે.

નોકિયા આ બંને ફોનનું લોન્ચિંગ એક સાથે કરવામાં આવે. નોકિયા 5.4 અને નોકિયા 3.4ને યુરોપમાં પહેલાંથી જ લોન્ચ કરવામાં આવ્યો છે. નોકિયા 5.4ની કિંમત €189 (આશરે 16,900 રૂપિયા) અને નોકિયા 3.4 ને €159 (આશરે 13,700 રૂપિયા) છે. ભારતમાં નોકિયા 5.4ની કિંમત 15,000 કરતાં ઓછી હોઈ શકે છે. જ્યારે નોકિયા 3.4ના 3G વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા હોઈ શકે છે.

નોકિયા 5.4નાં બેઝિક સ્પેસિફિકેશન

  • યુરોપિયન વેરિઅન્ટ પ્રમાણે આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 662 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
  • ફોટોગ્રાફી માટે તેમાં 48MP+5MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર ફિંગર પ્રિન્ટ સેન્સર પણ મળશે. સાથે જ ફોનમાં ડેડિકેટેડ ગૂગલ અસિસ્ટન્ટ બટન પણ મળશે.

નોકિયા 3.4નાં બેઝિક સ્પેસિફિકેશન

  • યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, આ સ્માર્ફોનમાં સ્નેપડ્રેગન 460 પ્રોસેસર મળશે.
  • ફોનમાં 6.39 ઈંચની HD+ પંચ હોલ ડિસ્પ્લે મળશે.
  • અપકમિંગ સ્માર્ટફોન 13MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ હશે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં 4000mAhની બેટરી મળી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો