તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીક:FCC પર નોકિયા 5.4ની ડિઝાઈન લીક થઈ, તેમાં ક્વૉડ રિઅર કેમેરા અને ગૂગલ અસિસ્ટન્ટ ડેડિકેટેડ બટન મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીનું વધુ એક ડિવાઈસ TA-1333 મોડેલ નંબર સાથે લિસ્ટ થયું છે
  • નોકિયાના રાઈટ્સ ફિનલેન્ડની કંપની HMD ગ્લોબલ પાસે છે

નોકિયા 5.4 સ્માર્ટફોનથી જોડાયેલો નવો રિપોર્ટ સામે આવ્યો છે. હવે આ સ્માર્ટફોન સર્ટિફિકેશન સાઈટ પર સ્પોટ થયો છે. આ ફોનની આખી ડિઝાઈન અને તેના હાર્ડવેરની ડિટેલ સામે આવી છે. ડિઝાઈન પ્રમાણે, ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે અને ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે. નોકિયાના રાઈટ્સ ફિનલેન્ડની કંપની HMD ગ્લોબલ પાસે છે.

FCC લિસ્ટિંગ પ્રમાણે, નોકિયા 5.4નો મોડેલ નંબર TA-1340 સાથે FCC સર્ટિફિકેશન સાઈટ પર લિસ્ટ થયો છે. તેની ડિઝાઈન નોકિયા 3.4 સાથે મળતી આવે છે. ડિઝાઈન પ્રમાણે, ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે અને ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે. આ સિવાય યુઝર્સને ફિંગરપ્રિન્ટ સ્કેનર, 4080mAhની બેટરી, ગૂગલ અસિસ્ટન્ટ ડેડિકેટેડ બટન અને USB ટાઈપ સી પોર્ટ મળશે.

આ સિવાય FCC સર્ટિફિકેશન સાઈટ પર કંપનીનો વધુ એક ડિવાઈસ TA-1333 મોડેલ સાથે લિસ્ટ થયો છે. આ લિસ્ટિંગથી માનવામાં આવી રહ્યું છે કે, આ ડિવાઈસ Nokia 5.4નું વેરિઅન્ટ હોઈ શકે છે. આ વેરિઅન્ટમાં 4,000mAhની બેટરી અને ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે.

આ પ્રકારની ડિઝાઈન મળશે

  • ફોનના બેકની વાત કરીએ તો, તેમાં ક્વૉડ રિઅર કેમેરા મળશે, જેને સર્કલની અંદર ફિક્સ કરવામાં આવશે. તેની પાસે LED ફ્લેશ મળશે. તો નીચેની તરફ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળશે. ફોનની ડાબી બાજુ સિમ અને મેમરી કાર્ડ ટ્રે સાથે ગૂગલ અસિસ્ટન્ટ ડેડિકેટેડ બટન મળશે.
  • ફોનની નીચે લાઉડ સ્પીકર ગ્રિલ, ટાઈપ સી પોર્ટ અને માઈક્રોફોન મળશે. ફ્રન્ટમાં પંચ હોલ ડિસ્પ્લે કેમેરા મળશે જે કોર્નર પર મળશે. ફોનની જમણી બાજુએ વોલ્યુમ બટન અને પાવર લોક/અનલોક બટન મળશે. ઉપર માઈક્રોફોન અને હેડસેટ કનેક્ટ કરવામાં આવ્યું છે.

ફીચર્સ
ગત મહિને આ ફોનનાં કેટલાક ફીચર્સ લીક થયા છે. જે મુજબ, ફોનમાં 6.4 ઈંચ પંચ હોલ ડિસ્પ્લે સાથે ફાસ્ટર પ્રોસેસર મળશે. માનવામાં આવી રહ્યું છે કે નોકિયા 5.3માં આપવામાં આવેલા ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર જ આ ફોનમાં આપવામાં આવશે. તેનાં 4GB+128GB અને 4GB+64GB સ્ટોરેજ ઓપ્શન મળશે. ફોનનાં બ્લૂ અને પર્પલ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો