અપકમિંગ લો બજેટ ફોન:મિડ ડિસેમ્બરમાં નોકિયા 3.4 લોન્ચ થશે, જાણો કિંમત શું હશે અને ફીચર્સ મામલે અન્ય ફોનથી કેટલો અલગ છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક રિપોર્ટ પ્રમાણે નોકિયા 3.4 મિડ ડિસેમ્બરમાં ભારતમાં લોન્ચ થઇ રહ્યો છે. સ્માર્ટફોને સપ્ટેમ્બર મહિનામાં નોકિયા 2.4 સાથે યુરોપમાં શરુઆત કરી હતી. જો કે, ગયા મહિને ભારતમાં લોન્ચ થયેલો નોકિયા 2.4થી અલગ નોકિયા 3.4 હજુ ભારતના માર્કેટમાં આવ્યો નથી. ટ્રિપલ રિઅર કેમેરાથી સજ્જ નોકિયા 3 સિરીઝનો આ પ્રથમ ફોન છે. સ્માર્ટફોન એક પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઈન ધરાવે છે. આ ઉપરાંત નોકિયા 3.4 એક નોર્ડિક કલર પેલેટ દર્શાવે છે જેમાં ત્રણ અલગ-અલગ કલર સામેલ છે.

નોકિયાપાવરયુઝરે તેમના રિપોર્ટમાં જણાવ્યું કે, નોકિયા 3.4 ડિસેમ્બર મધ્યમાં ભારતમાં લોન્ચ થશે. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ ફોન મહિનાના અંત સુધીમાં દેશમાં પ્રિઓર્ડર માટે અવેલેબલ હશે.

ભારતમાં સ્માર્ટફોનની કિંમત શું હશે?

  • લોન્ચની તારીખની હિન્ટ આપવાની સાથે નોકિયાપાવરયુઝરે અનુમાન કર્યું છે કે, નોકિયા 3.4 સ્માર્ટફોન 11,999 રૂપિયાના પ્રાઈઝ ટેગ સાથે આવી શકે છે. આ તેના બેઝ 3GB રેમ વેરિઅન્ટની કિંમત હશે.
  • આ ફોને યુરોપિયન માર્કેટમાં EUR 159(આશરે 14,200 રૂપિયા)ની પ્રારંભિક કિંમત સાથે ડેબ્યુ કર્યું હતું. નવેમ્બરમાં નોકિયા બ્રાન્ડે નોકિયા 2.4 ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો હતો. તેના સિંગલ 3GB રેમ+64GB સ્ટોરેજ વેરિઅન્ટને 10, 399 રૂપિયામાં લોન્ચ કર્યો હતો.

નોકિયા 3.4: સ્પેસિફિકેશન (ગ્લોબલ વર્ઝન પ્રમાણે)

  • ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરનાર નોકિયા 3.4 એન્ડ્રોઈડ 10 OS પર કામ કરે છે અને તેમાં 19.5:9 આસ્પેક્ટ રેશિયોવાળી 6.39 ઈંચની HD+ (720x1560 પિક્સલ) ડિસ્પ્લે છે. ફોન ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસરથી સજ્જ છે, જેને 3GB અને 4GB રેમ ઓપ્શનની સાથે જોડવામાં આવ્યો છે.
  • કેમેરાની વાત કરીએ તો ફોટો વીડિયોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિઅલ કેમેરા સેટઅપ છે જેમાં 13MPનો પ્રાઈમરી સેન્સર, 5MPનો અલ્ટ્રા-વાઈડ એંગલ શૂટર અને 2MPનો ડેપ્થ સેન્સર સામેલ છે. સેલ્ફી કેપ્ચર કરવા માટે ફ્રંટમાં 8MPનો કેમેરા સેન્સર પણ છે.
  • સ્ટોરેજની બાબતમાં નોકિયા 3.4માં 32GB અને 64BG ઓનબોર્ડ સ્ટોરેજ ઓપ્શન છે, સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડથી 512GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈ-ફાઈ અને એક USB ટાઈપ-સી પોર્ટ સામેલ છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. ફોનમાં 4000mAh બેટરી છે, જે 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.