તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફોર્ડેબલ સ્માર્ટફોન:નોકિયા 2.4ની ભારતમાં એન્ટ્રી, પ્રિ બુકિંગ કરનારા પ્રથમ 100 ગ્રાહકોને ઢગલાબંધ ગિફ્ટ્સ આપી રહી છે કંપની

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોનનું પ્રિ-બુકિંગ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે
 • નોકિયા 2.4 પર જિયો 3550 રૂપિયાનું બેનિફિટ આપી રહી છે

HMD ગ્લોબલે ભારતીય માર્કેટમાં નોકિયા 2.4 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નોકિયાનો નવો ફોન વોટરડ્રોપ સ્ટાઈલ ડિસ્પ્લે સાથે આવે છે. ખાસ વાત એ છે કે તેની બેટરી 2 દિવસનું બેકઅપ આપે છે.

નોકિયા 2.4ની બેક પેનલમાં યુનિક ડિઝાઈન પેટર્ન મળે છે, જેને કંપની નોર્ડિક ડિઝાઈન જણાવી રહી છે. ફોનનાં 3 અલગ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. ફોટો વીડિયો માટે આ ફોનમાં 2 રિયર કેમેરા મળે છે.

નોકિયા 2.4 સ્માર્ટફોન: કિંમત અને ઓફર્સ

 • ભારતમાં ફોનનાં 3GB+64GB સિંગલ વેરિઅન્ટની કિંમત 10,399 રૂપિયા છે.
 • ફોનનાં ચારકોલ, ડસ્ક અને ફઝોર્ડ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
 • નોકિયાની ઓફિશિયલ વેબસાઈટ પર ફોનનું પ્રિ બુકિંગ પણ શરૂ થયું છે.
 • 4 ડિસેમ્બરથી એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકાશે.
 • 4 ડિસેમ્બરે રાતે 11:59 વાગ્યા સુધી નોકિયા ઈન્ડિયા વેબસાઈટનાં માધ્યમથી નોકિયા 2.4 ઓર્ડર કરનારા પ્રથમ 100 ગ્રાહકોને 007 મર્ચેંડાઈઝ્ડ હેમ્પર મળશે, જેમાં 007 સ્પેશિયલ એડિશનની બોટલ, કેપ અને એક કિચન મળશે.
 • નોકિયા 2.4 સાથે 3550 રૂપિયાના જિયો બેનિફિટ્સ પણ મળે છે, જેમાં 349 રૂપિયાના રિચાર્જ પર 2 હજાર રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક સાથે પાર્ટનર્સથી 1550 વાઉચર આપવામાં આવશે.
 • સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલાં નોકિયા 2.4ને યુરોપમાં EUR 119 (આશરે 10,500 રૂપિયા) ડેબ્યૂ કરાયો હતો.

નોકિયા 2.4 સ્માર્ટફોન: બેઝિક સ્પેસિફિકેશન

 • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે. ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ (720x1,600 પિક્સલ) ડિસ્પ્લે મળે છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે.
 • ફોન ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર અને 3GB રેમ ઓપ્શન સાથે આવે છે.
 • ફોનમાં 13MPનો ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા પણ છે.
 • ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 64GB છે, SD કાર્ડની મદદથી તેને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS, FM રેડિયો, માઈક્રો USB અને 3.5mm હેડફોન જેક જેવાં ઓપ્શન આપવામાં આવ્યાં છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફોન 4500mAhની બેટરીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં ફોન 2 દિવસનું બેકઅપ આપે છે.
 • ફોનનું વજન 189 ગ્રામ છે. તે ડાયમેન્શન 165.85x76.30x8.69mm છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો