તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ:નોકિયા 2.4 ભારતમાં 26 નવેમ્બરે લોન્ચ થશે, ડ્યુઅલ રિઅર કેમેરા અને રિઅર ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ ટ્વીટ કરી લોન્ચિંગ વિશે માહિતી આપી
  • યુરોપમાં આ ફોનની કિંમત 119 યુરો (આશરે 10,500 રૂપિયા) છે

ફિનલેન્ડની કંપની HMD ગ્લોબલ નોકિયા 2.4 સ્માર્ટફોન ભારતમાં 26 નવેમ્બરે લોન્ચ કરશે. આ સ્માર્ટફોન યુરોપમાં સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થઈ ચૂક્યો છે. કંપનીએ ટ્વિટર પર તેનું ટીઝર શેર કર્યું છે, જેમાં ફોનનું લોન્ચિંગ આગામી દિવસમાં થવાનું કહેવાયું છે. નોકિયા 2.4 HD+ ડિસ્પ્લે અને રિઅર માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર સાથે આવશે. તે લૉ બજેટ સ્માર્ટફોન હોઈ શકે છે.

નોકિયાએ ટ્વિટર પર 14 સેકન્ડનો વીડિયો ટીઝર શેર કર્યો છે. તેમાં ફોનનાં ફીચર્સ અને સ્પેસિફિકેશનની કોઈ માહિતી નથી, પરંતુ બેક પેનલ ડ્રો નજરે પડી રહી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે અપકમિંગ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા અને રિઅર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.

યુરોપમાં ફોનની કિંમત 119 યુરો (10,500 રૂપિયા) છે. ભારતમાં તે આ જ કિંમતમાં લોન્ચ થઈ શકે છે. યુરોપમાં ફોનનાં ચારકોલ, ડસ્ક અને ફિરોઝ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે નોકિયા 2.4નાં સ્પેસિફિકેશન

  • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે. ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ (720x1,600 પિક્સલ) ડિસ્પ્લે મળે છે. તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે.
  • ફોન ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P22 પ્રોસેસર સાથે 2GB અને 3GB રેમ ઓપ્શન સાથે આવે છે.
  • ફોનમાં 13MPનો ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા પણ છે.
  • ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 32GB/64GB છે, SD કાર્ડની મદદથી તેને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS, NFC, FM રેડિયો, માઈક્રો USB અને 3.5mm હેડફોન જેક જેવાં ઓપ્શન આપવામાં આવ્યાં છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફોન 4500mAhની બેટરીથી સજ્જ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો