ટેક અપડેટ:ક્વાડ માઇક્સ સાથે નોઇઝના ‘Bare Buds’ TWS ઇયરબડ્સ લોન્ચ, કિંમત ₹1,099થી શરુ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોમેસ્ટિક ટેક એસેસરીઝના ઉત્પાદક નોઇઝે તેના ઓડિઓ વેરેબલ્સની લાઇનઅપમાં વધુ એક ઇયરબડ્સ ઉમેર્યા છે. નોઇઝ બેર બડ્સ ઇયરબડ્સની કિંમત 3,499 રૂપિયા છે. જો કે, હાલ Myntraની ઓફિશિયલ વેબસાઇટ પર 1,099 રૂપિયાની ખાસ કિંમતમાં ઓફર કરવામાં આવ્યા છે. તે ચારકોલ બ્લેક અને સ્નો વ્હાઇટ કલર બે ઓપ્શનમાં મળી આવે છે.

ફીચર્સ

  • આ ઈયરબડ્સ ક્વાડ માઇક્સ સાથે આવે છે, જેથી કોલિંગની ગુણવતામાં સુધારો પણ આવ્યો છે. કંપનીનો એવો પણ દાવો છે કે, બંને ઇયરબડ્સમાં ક્વોડ માઇક્રોફોન યુઝર્સની આસપાસના તમામ અનિચ્છનીય અવાજોને ફિલ્ટર કરે છે.
  • આ ઇયરબડ્સ ‘ટ્રુ બાસ’ સાથે ઈન્ટેગ્રેટેડ સબવુફર અને 9મીમી ડાયનેમિક ડ્રાઇવર યુનિટ સાથે આવે છે. આ ઇયરબડ્સ IPX5-રેટેડ છે, જે તેમને વોટર રેઝિસ્ટન્ટ બનાવે છે.
  • આ ઇયરબડ્સ, એન્ડ્રોઇડ અને iOS બંને સાથે સુસંગત છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ v5.3 ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જેની ક્લેઇમ રેન્જ 10 મીટર છે.
  • નોઇઝ મુજબ સાચા વાયરલેસ ઇયરબડ્સ સિંગલ ચાર્જ પર 24 કલાક સુધીનો પ્લે ટાઇમ ઓફર કરે છે. આ ઈયરબડ્સ ટ્રાન્સપરન્ટ કેસ ટોપ અને યુએસબી ટાઇપ-C ચાર્જિંગ કેસ સાથે આવે છે.