તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • 'Noisefit Core' Smartwatch Supporting 13 Sports Modes And Camera Control Launched, Can Be Purchased For ₹ 2999 Under The Introduction Offer

ન્યૂ લોન્ચ:13 સ્પોર્ટ્સ મોડ અને કેમેરા કન્ટ્રોલ સપોર્ટ કરતી 'નોઈઝફિટ કોર' સ્માર્ટવોચ લોન્ચ થઈ, ઈન્ટ્રોડક્શન ઓફર હેઠળ ₹2999માં ખરીદી શકાશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોચનાં ચારકોલ બ્લેક અને સિલ્વર ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં
  • એન્ડ્રોઈડ 7 અને iOS 9.0 સાથે તેની ઉપરનાં તમામ વર્ઝન પર વોચ સપોર્ટ કરે છે

નોઈઝ કંપનીએ તેની લેટેસ્ટ સ્માર્ટવોચ 'નોઈઝફિટ કોર' ભારતમાં લોન્ચ કરી છે. આ લાઈટવેટ સ્માર્ટવોચ હાર્ટ રેટ મોનિટરિંગ અને 13 સ્પોર્ટ્સ મોડ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તેમાં 7 દિવસનું બેટરી બેકઅપ મળે છે. આ વોચ ડસ્ટ અને વૉટર રઝિસ્ટન્સ છે.

કિંમત

સ્માર્ટવોચની એક્ચ્યુઅલ કિંમત 5999 રૂપિયા છે. ઈન્ટ્રોડક્શન ઓફર હેઠળ હાલ કંપની તેનું વેચાણ 2999 રૂપિયામાં કરી રહી છે. 3000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે વોચની ખરીદી કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી કરી શકાશે. વોચનાં ચારકોલ બ્લેક અને સિલ્વર ગ્રે કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

નોઇઝફિટ કોર સ્માર્ટવોચનાં સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • આ સ્માર્ટવોચમાં 1.28 ઈંચનું TFT રાઉન્ડ ડાયલ મળે છે. તેનું રિઝોલ્યુશન 240x240 પિક્સલ છે. વોચમાં એક બટન પણ આપવામાં આવ્યું છે જે મલ્ટિટાસ્કિંગનું કામ કરે છે. વોચના ડાયલમાં ઝિંક અલોય બોડીનો ઉપયોગ થયો છે.
  • કનેક્ટિવિટી માટે વોચમાં બ્લુટૂથ V5.0 મળે છે. વોચને નોઈઝફિટ અપેક્સ એપની મદદથી સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે.
  • સ્માર્ટવોચથી મ્યુઝિક અને કેમેરા કન્ટ્રોલ કરી શકાય છે. તેમાં 13 સ્પોર્ટ્સ મોડ મળે છે. હેલ્થ ફીચરમાં વોચ હાર્ટ રેટ મોનિટરિંગ, કેલરી કાઉન્ટ, સ્ટેપ કાઉન્ટ જેવાં ફીચર સપોર્ટ કરે છે.
  • વોચ પર સ્માર્ટફોન પર આવતી નોટિફિકેશન જોઈ શકાય છે. તે વેધર ઈન્ફોર્મેશન પણ આપે છે.
  • વોચ પર ઈન્કમિંગ કોલ અને મેસેજનું અલર્ટ મળે છે. અન્ય સ્માર્ટવોચની જેમ નોઈઝની આ સ્માર્ટવોચમાં પણ ક્લાઉડ બેઝ્ડ વોચ ફેસિસ મળે છે.
  • સ્માર્ટવોચની 285mAhની બેટરી 7 દિવસનું રનિંગ બેકઅપ આપે છે. તેનો સ્ટેન્ડ બાય ટાઈમ 30 દિવસનો છે. વોચ ફુલ ચાર્જ થવામાં 2.5 કલાકનો સમય લગાડે છે. આ સ્માર્ટવોચ એન્ડ્રોઈડ 7 અને iOS 9.0 સાથે તેની ઉપરનાં તમામ વર્ઝન પર સપોર્ટ કરે છે.